મહેસાણામાં શખ્સનો સાસુ અને પરિણીતા પર હુમલો

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરમા પરિણીતા ના મકાન પાછળ રહેતો મલેક સમીર સિકંદર પરિણીતા પર અવારનવાર નજર બગાડી છેડતી કરતો હતો. સમગ્ર મામલે પરિણીતાએ પોતાની સાસુને જાણ કરી હતી.ત્યારબાદ પરિણીતા નો પતિ છેડતી કરનાર યુવકના ઘરે ઠપકો આપવા ગયો એ દરમિયાન યુવકે પરિણીતાના પતિ સાથે ઝપાઝપી કરી હતી.બાદમાં પરિણીતા અને તેની સાસુ પણ યુવકને ઠપકો આપવા તેના ઘરે ગયા હતા.

સમગ્ર મામલે છેડતી કરનાર મલેક સમીર એ પોતાન હાથમાં રહેલ છરો ઉશ્કેરાઈ ગયા બાદ પરિણીતા ની સાસુ ને મારતા હાથે ઇજાઓ થઈ હતી.બાદમાં મલેક સમીરના કાકા મહેમુદ ભાઈ ઉર્ફ ચાચા ઉપરાણું લઇ આવી પરિણીતા પર લોખંડની પાઇપ વડે હુમલો કરતા પરિણીતા લોહીલુહાણ બની હતી.

વધુ હોબાળો થતા લોકોએ વચ્ચે પડી ફરિયાદીના પરિવાર ને છોડાવ્યા હતા.ઇજા પામેલ પરિણીતા અને તેની સાસુને 108 મારફતે મહેસાણા સિવિલ ખસેડવામાં આવ્યા હતા.સમગ્ર મામલે સમીર સિકંદર ભાઈ મલેક અને મહેમુદભાઈ ઉર્ફ ચાચા વિરુદ્ધ મહેસાણા એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.