મહેસાણાની લાઘણજ પોલીસે ત્રણ વર્ષ દરમિયાન ઝડપી પાડેલા 34 લાખ રૂપિયાના દારૂનો નાશ કર્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના લાઘણજ પોલીસે દારૂબંધી હોવા છતાં લાખો રૂપિયાનો દારૂ ત્રણ વર્ષમાં ઝડપયો છે. ખાસ કરીને રાજસ્થાનથી અમદાવાદ તરફ કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં લઇ જવાતો દારૂ મહેસાણા જિલ્લાની હદમાંથી પસાર થતો હોય છે. ત્રણ વર્ષ દરમિયાન પોલીસે ઝડપેલા 34 લાખના દારૂના જથ્થાનો આજે નાશ કરાયો હતો.લાઘણજ પોલીસે પકડાયેલા દારૂના જથ્થાનો સરકારના નિયમો પ્રમાણે નાશ કર્યો હતો. વડ્સમાં જમનાપુર રોડ પાસે કણજી ટેબા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં લાઘણજ પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં વર્ષ 2021,2022,2023 દરમિયાન પકડવામાં આવેલ કુલ 13,001 વિદેશી દારૂની બોટલો નો નાશ કરવામાં આવ્યો હતો જેની કિંમત અંદાજે 34 લાખ જેટલી થાય છે


વિદેશી દારૂની બોટલો ગોઠવી તેના પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.ત્યારબાદ ખાડો ખોદી તેમાં તમામ દારૂ ઢાલવી દેવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી SDM આર.આર.જાદવ,નાયબ પોલીસ અધીક્ષક આર.આઇ.દેસાઇ ,નશાબંધી અને આબકારી અધિકારી પી.આઇ. પિન્કાબેન ચૌધરી, પોલીસ સબ ઇન્સપેક્ટર કે.ઓ.રબારી ની હાજરીમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.