ચોરી, લૂંટ જેવી ઘટના ન બને તે માટે મહેસાણા તાલુકા પી.આઈ શો રૂમમાં ફરીને લોકોને સતર્ક કરી રહ્યા છે

મહેસાણા
મહેસાણા

દિવાળીના તહેવાર આવતાની સાથે જ જિલ્લામાં લૂંટ, ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે તહેવારને પગલે લોકોનો ઘસારો બેન્ક, મોલ, શો રૂમ, દુકાનોમાં ખરીદી માટે વધી રહ્યો છે. આવા સંજોગોમાં તસ્કરો,લૂંટારુઓ સક્રિય બનતા હોય છે અને ચોરી અને લૂંટ જેવી ઘટનાનોને અંજામ આપતા હોય છે. ત્યારે લોકો આ મામલે જાગૃત રહે તે માટે મહેસાણા તાલુકા પોલીસ મથકના પી.આઈ વી.આર વાણિયા પોતાના સ્ટાફ સાથે તાલુકા પોલીસ હદમાં આવતા મોલ,શો રૂમ,બેંકમાં રૂબરૂ મુલાકાત કરી લોકોને સાવધાન રહેવા સૂચના આપી હતી.મહેસાણા તાલુકા પોલીસ મથકના .આઈ.વી.આર.વાણિયા પોતાના પોલીસ મથક વિસ્તારમાં આવતા શો રૂમ,મોલ, જ્વેલરીની દુકાનો પર પોતાની ટીમ સાથે નીકળ્યા હતા. જ્યાં તેઓએ રાધનપુર ડી માર્ટ સર્કલ પાસે આવેલા કેટલાક મોલ અને જવેલરી સો રૂમમાં આવતા ગ્રાહકો અને વ્યાપરી અને શો રૂમના સ્ટાફના કર્મીઓને દિવાળી ના તહેવારમાં થતી ઘટનાઓ અંગે સમજ આપી સતર્ક રહેવા તેઓ સૂચના આપી હતી.

તેમજ આવા તહેવારમા ચોર લૂંટર સક્રિય થતા હોય છે ત્યારે લોકો ને કેવી રીતે સામનો કરવો તે અંગે જાગૃતતા લાવવા સંદેશો પણ આપ્યો હતો જેમા પી.આઈ પોતે અગાઉ બનેલ ચોરી અને લૂંટ અંગેની ઘટનાનો વીસેસ ગ્રાહકો અને વ્યાપરીઓ ને જણાવી સતર્ક રહેવા જણાવ્યું હતું અને તહેવારોમા નાગરિકો ને કોઈ છેતરપીંડી કે અન્ય બાબતમાં ભોગ ન બને તે માટે વિસ્તૃત માર્ગદર્શન આપી જાગૃત કરવામાં આવ્યા હતા અને આવી આકસ્મિક કોઈ ઘટના બને તો તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવા જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.