મહેસાણાની ધો. 10માં ભણતી વિદ્યાર્થિની સાથે છેડતી

મહેસાણા
મહેસાણા

આજે મહેસાણાથી વિદ્યાર્થિનીની છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. ધો. 10 માં ભણતી વિદ્યાર્થિની સાથે એક બદમાશે છેડતી કરી છે. વિદ્યાર્થિનીએ આ શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.

મહેસાણાના વડનગરના બાદરપુર ગામની ધો.10 માં ભણતી વિદ્યાર્થિની સવારે સ્કૂલ જવા માટે બસ સ્ટેશન પર ઊભી હતી. તે સમયે એક બદમાશ લુખ્ખા તત્વ બાઈક લઈને ત્યાં આવી પહોંચ્યા. આ શખ્શે વિદ્યાર્થિની સાથે અડપલાં કરવાનું શરૂ કર્યું અને હાથથી પકડીને બાઈક પર બેસાડવાના પ્રયત્નો કર્યા. ડાભી ગૌતમસિંહ નામના શખ્શે વિદ્યાર્થિનીની છેડતી કરી. ત્યારે વિદ્યાર્થિનીએ આ શખ્શ વિરૂદ્ધ વડનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.