ઘરફોડ ચોરીને અંજામ આપી છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીને મહેસાણા એસઓજીની ટીમે અમદાવાદથી ઝડપી લીધો

મહેસાણા
મહેસાણા

મહેસાણા અને કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધરફોડ ચોરીને અંજામ આપનાર તસ્કર છેલ્લા બે વર્ષથી પોલીસને ચકમો આપતો હતો જોકે મહેસાણા એસઓજી ટીમને તસ્કરનું રહેણાંકનું ઠેકાણું મળી જતા આરોપીને અમદાવાદ જઈને દબોચી લીધો હતો. તેમજ વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો છે.મહેસાણા એસઓજી ટીમના આ.પો.કો નરેશકુમાર થતા પો.કો સંજય કુમારને બાતમી મળી હતી કે મહેસાણા તેમજ કડી પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરી કેસનો આરોપી શેખ મોહસીન હુસેન અમદાવાદના વિશાલ બરફની ફેકટરી ગુડલક હોટેલ નજીક ઉભો હોવાની બાતમી મળતા પોલીસ અમદાવાદ જઈ આરોપીને દબોચી લીધો હતો.

આરોપીને ઝડપી પોલીસે વધુ તપાસ માટે અને આગળની કાર્યવાહી માટે મહેસાણા તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો. આમ મહેસાણા એસોઓજી ટીમે ઘરફોડ ચોરી કેસમાં 2 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી સફળતા મેળવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.