ઉનાવામાંથી 10 બકરીઓ ચોરી કરનાર આરોપીને મહેસાણા SOG ટીમે કડીથી ઝડપયો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં આવેલા ઉનાવા ખાતે 3 ઓક્ટોબર દરમિયાન અસરફ ગેસ્ટ હાઉસ સામે આવેલા વાડામાં બાંધેલી 10 જેટલી બકરીઓની ચોરી થયાની ફરિયાદ ઉનાવા પોલીસ મથકમાં નોંધાઇ હતી.સમગ્ર મામલે મહેસાણા એસઓજી ટીમને બાતમી મળતા પોલીસ આરોપીને કડી ખાતેથી ઝડપી લાવી હતી.

મહેસાણા એસઓજી ટીમ કડી પોલીસ વિસ્તારની હદમાં પેટ્રોલીંગ કરી રહી હતી એ દરમિયાન હેડ કોસ્ટેબલ નરેશ કુમાર અને પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલ ગફારને બાતમી મળી હતીકે ઉનાવા પોલીસ મથકમાં નોંધાયેલ બકરી ચોરી કરનાર આરોપી હાલમાં કડી જાસલપુર રોડ પર આવેલ બહેલીમ મહમદ વસીમ પોતાના મુકદુમ પાર્ક કડી જાસલપપુર રોડ પર આવેલ વાડામાં હોવાની જાણ થતાં એસઓજી ટિમ રેડ મારી હતી.આ દરમિયાન ટીમે 10 નંગ બકરી બકરા જેની કિંમત 82 હજાર ના મત્તાની કિંમતની બકરી કબ્જે કરી આરોપીને ઝડપી વધુ તપાસ માટે ઉનાવા પોલીસને સોંપવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.