મહેસાણા RTOમાં સોફ્ટવેરમાં ખામી સર્જાતા સમસ્યા ઉદભવી

મહેસાણા
મહેસાણા

રાજ્યભરમાં આરટીઓ કચેરીમાં વાહન 4ના સોફ્ટવેરમાં ખામીથી ચોઇસના નંબરનું રજિસ્ટ્રેશન બંધ કરી દેવાયું છે. બેથી ત્રણ દિવસથી ટેક્નિકલ સમસ્યાને કારણે પસંદગીના નંબરો માટે એપ્લાય થનારને બીજા નંબર ઈશ્યુ થઈ જતા હોવાથી સમસ્યા ઉભી થઇ છે. જો કે હાલ પૂરતું ચોઇસના નંબરની ફાળવણીની પ્રક્રિયા બંધ કરી એનઆઈસીની ટેક્નિકલ ટીમને જાણ કરી દેવામાં આવી છે.

મહેસાણા આરટીઓના અધિકારી જે.કે પટેલના જણાવ્યા પ્રમાણે આરટીઓના વાહન 4ના સોફ્ટવેરમાં ટેક્નિકલ ખામી સર્જાયાનું ગાંધીનગર વાહન વ્યવહાર કમિશ્નર કચેરીએ જણાવ્યું છે. તેમજ હાલ પૂરતું નવા ચોઇસના નંબર ફાળવવાની પ્રક્રિયા પર રોક લગાવવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી આ પ્રકારની સમસ્યા ઉદભવતા ફેન્સી નંબર માટે એપ્લાય થનારા સેંકડો વાહન માલિકોને પસંદગીના નંબરોના બદલે બીજા નંબર ઈશ્યુ થઈ ગયાની ફરિયાદો ઉઠી છે. જેને ધ્યાને લઇ એનઆઇસીને વાહન 4ના સોફ્ટવેરમાં સર્જાયેલી ખામી શોધી તેને તાકીદ દૂર કરવા જાણ કરાઈ છે. તેમજ ટૂંક સમયમાં પ્રશ્ન હલ કરી દેવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.