મહેસાણાઃ ચોમાસામાં બફારા વચ્ચે પલટો, સામાન્ય ઝાપટાંથી થોડી રાહત

મહેસાણા
મહેસાણા

કોરોના મહામારી વચ્ચે આજે ઉત્તર ગુજરાતમાં વરસાદ આવતાં લોકોને ગરમીથી રાહત મળી છે. આજે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જીલ્લાના અમુક વિસ્તારોમાં બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો. દિયોદર પંથકમાં પણ વરસાદ આવતાં ખેડૂતોના ચહેરા પર અનેરી ચમક જોવા મળી હતી. આ તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની ઘટના સામે આવી છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આજે બપોરના સમયે વરસાદે પધરામણી કરી છે. મહેસાણા શહેરમાં  બુધવારે બપોરે ૪ વાગ્યા આસપાસ કાળા ડીંબાગ વાદળો વચ્ચે વરસાદી ઝાપટુ વરસતા શહેરીજનોને બફારાથી રાહત મળી હતી. વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી. ૧૫ મિનિટ સુધી વરસાદી ઝાપટુ ધીમીધારે વરસ્યુ હતું.

મહેસાણામાં બે દિવસથી વાદળો છવાયા બાદ મેઘરાજા હાથતાળી આપી રહ્યા હતા. છુટા છવાયા છાંટા પડતા હતા. જો કે મનમુનીને મેઘરાજા વરસતા ન હોવાથી બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. બુધવારે વહેલી સવારથી ઉકળાટબાદ સાંજે ચાર કલાકે પવન સાથે ધીમીધારે મહેસાણામાં વરસાદ શરૂ થયો હતો. જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને બફારાથી રાહત મળી હતી. માર્ગો પર પાણી વહેતા થયા હતા. જો કે ધીમીધારે વરસતા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.