મહેસાણા LCB પોલીસે રામોસણા પાસેથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી

મહેસાણા
મહેસાણા

મહેસાણા એલસીબી ટીમે બાતમી આધારે રામોસણા બ્રીજ પાસે વોચ ગોઠવી અમદાવાદ દારૂ ભરીને જતી ગાડી કબ્જે કરી બે આરોપીને ઝડપી લીધા હતા.ગાડીમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો કબ્જે કરી કુલ 4 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી તપાસ આદરી છે.

મહેસાણા LCB ટીમના ખાનગી રાહે બામતી મળી હતી કે સફેદ સ્વીફ્ટ GJ31N2418 માં વિદેશી દારૂ ભરીને ચાલક ઊંઝા થી નીકળી મહેસાણા થઈ અમદાવાદ જવાનો છે.બાતમી આધારે પોલીસે રામોસણા બ્રીજના છેડે વોચ ગોઠવી હતી.ગાડી આવતા જ પોલીસે કોર્ડન કરી દારૂ ભરેલ ગાડી ઝડપી લીધી હતી.

ગાડી ઝડપયા બાદ તપાસ કરતા ગાડી ચાલક મોટી ભાભર,તેમજ ગાડીમાં સવાર વાઘેલા બચુસિંહ ઉર્ફ બચુ,દાંતીવાડા વાળા ને ઝડપી લીધા હતા.તેમજ ગાડી માંથી વિદેશી દારૂની 24 પેટીઓ કિંમત 76,032 થતા સ્વીફ્ટ ગાડી કિંમત 4 લાખ,બે ફોન કિંમત 10 હજાર મળી કુલ 4,86,032 ના મુદ્દામાલ સાથે બેને ઝડપી લીધા હતા.

સમગ્ર મામલે ઝડપાયેલા ડ્રાઇવરે પોલીસ સમક્ષ કબુલાત કરી કે દારૂની હેરફેર માટે વેચાણ પર લીધી હતી તેમજ વાઘેલા મુકેશ સિંહ રજેસિંહ રહે રામનગર દાંતીવડા વાળાએ ભરી આપ્યો હતો અને અમદાવાદના સલીમ ઉર્ફ તોતો ને અડાલજ ચોકડી વિદેશી દારૂ આપવાનો હતો.જોકે પોલીસે દારૂ ભરેલ ગાડી અમદાવાદ જાય એ પહેલા ઝડપી લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.