ઊંઝા ગંગાપુરા રોડ પર આવેલ શંકાસ્પદ જીરૂ બનાવતી ફેક્ટરી મહેસાણા એલસીબી પોલીસે ઝડપી
અંદાજીત રૂપિયા 80 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત: ઊંઝા તાલુકાના ગંગાપુરા નજીક મહેસાણા એલસીબી પોલીસે શંકાસ્પદ નકલી જીરૂ બનાવતી ફેક્ટરી પર ગઈરાત્રિના રેડ કરી કટ્ટા બેગો ભરેલ જીરૂ વરિયાળી સહિત અલગ અલગ પાવડર તેમજ ગોળની રસી સહિત અંદાજીત રૂપિયા ૮૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઊંઝા તાલુકાના ગંગાપુરા રોડ પર આવેલ ઉમા એસ્ટેટ નામની ફેકટરીમાં મજુરો રાખી વરીયાળીમાંથી શંકાસ્પદ જીરૂ શંકાસ્પદ વરિયાળી બનાવવામા આવે છે તેવી માહીતી મહેસાણા એલસીબી પોલીસને મળી હતી. જેથી મહેસાણા એલસીબી પોલીસની ટીમે ગઈરાત્રિના રેડ કરી હતી. જે સદર ફેકટરીમાં આવી તપાસ કરતા ફેકટરીમાં નકલી જીરૂ અને વરિયાળી બનતી હોવાનુ બહાર આવ્યુ હતું.
શંકાસ્પંદ જીરૂ અને વરીયાળી બનાવી વરિયાળીમાંથી જીરુ બનાવેલ શંકાસ્પદ બેગો અને ચોખ્ખી કરેલ વરીયાળી તેમજ પ્રોસેસ કરેલ વરીયાળી તેમજ વેસ્ટ વરીયાળી તથા વરિયાળીનું ભુસુ તેમજ અલગ અલગ ઉપયોગમાં લેવાતા પાવડર ગોળની રસી સહિત પોલીસે કટ્ટા બેગો ભરેલ જીરૂ અને વરીયાળીનું ભુસુ તેમજ અલગ અલગ પાવડર અને ગોળની રસી સહિત અંદાજિત રૂપિયા ૮૧ લાખનો શંકાસ્પદ મુદ્દામાલ મળી આવ્યો હોવાનું એલસીબી પોલીસ દ્વારા જણાવ્યું હતું.
નકલી જીરૂ બનાવવાના પ્રકરણમાં ભાર્ગવ પટેલ અને મહેશ પટેલનું નામ ખુલવા પામ્યુ છે. મહેસાણા એલસીબી પોલીસ દ્વારા આ અંગે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઇ છે. આ બનાવ સંદર્ભે હાલ ઊંઝા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ દાખલ થઈ છે.