મહેસાણા એલસીબીએ મોઢેરામાંથી પિસ્તોલ સાથે એક શખ્સને દબોચ્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણા એલસીબી ટીમ પ્રોહીબિશનની ડ્રાઈવમાં મોઢેરા ખાતે હતી એ દરમિયાન મોઢેરા સીમમાં મોઢેરા થી મીઠી ઘારીયાલ નજીક કેનાલના પુલ નજીકથી બાતમી આધારે પીસ્ટલ સાથે આદિવાડા ગામના ઇસમને ઝડપી લીધો હતો.તેમજ મોઢેરા પોલીસના ગુન્હો નોંધાવી પોલીસે વધુ તપાસ આદરી છે.

મહેસાણા એલસીબી ટીમના પી.એસ.આઈ એમ.ડી.ડાભી અને તેમની ટીમ મોઢેરા પંથકમાં પ્રોહીબિશન ની ડ્રાઈવ માં હતી એ દરમિયાન હે.કો કિરણજી અને વિજયસિંહ થતા લાલજી ને બાતમી મળી હતી કે મીઠી ઘારીયાલ જતા રોડ પર નર્મદા કેનાલ પુલ પર એક ઈસમ શંકાસ્પદ હાલતમાં પીસ્ટલ સાથે ઉભો છે.બાતમી આધારે ટીમે સ્થળ પર જય ઇસમને ઝડપી લીધો હતો.પોલીસે બેચરાજી તાલુકાના આદિવાડા ગામના દેસાઈ હિતેશ ભાઈ હરગોવન ભાઈ ને ઝડપી તેની પાસે રહેલ એક પીસ્ટલ અને જીવતા કટીઝ નંગ 2 મળી કુલ 15,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સમગ્ર મામલે પી.એસ.આઈ એમ.ડી.ડાભી એ જણાવ્યું કે ઝડપાયેલા ઈસમ જમીન લે વેચના વ્યવસાય સાથે જોડાયેલ છે.અને તેના દુશ્મનો વધી જતાં પોતાના સ્વ બચાવ માટે તેણે 2013માં વાપી ખાતેથી દસ હજારમાં પીસ્ટલ ખરીદી કરી હતી.તેમજ હાલમાં ઝડપાયેલા પીસ્ટલ fsl માં તપાસ માટે મોકલવામાં આવનાર છે કે અગાઉ કોઈ ગુન્હામાં પીસ્ટલ વપરાય છે કે નહીં તેની તપાસ થશે તેમજ હાલમાં આરોપી સામે મોઢેરા પોલીસમાં ગુનો નોંધી પોલીસે વધુ તપાસ આદરી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.