મહેસાણામાં ક્રીપ્ટો કરન્સીમાં રોકાણના નામે એન્કરીંગ કરતી યુવતિ પાસેથી નાણાં પડાવ્યા

મહેસાણા
મહેસાણા

મહેસાણાની પ્રોફેશનલ યુવતિ સાથે ઓનલાઇન ફ્રોડની ચોંકાવનારી ઘટના બની છે. એન્કરીંગ કરતી યુવતિ જાગૃત અને હોશિયાર હોવા છતાં ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડીનો ભોગ બની છે. યુવતિને ઈન્સ્ટાગ્રામ મેસેજ કરી પરિચય કેળવી અજાણ્યા યુવકે એકના ત્રણ ગણા નાણાં કમાવાની લાલચ આપી હતી. ઓનલાઇન ટ્રેડિંગ કરી નાણાં કમાવાની આશામાં યુવતિએ બે વાર કુલ 80 હજાર જમા કરાવ્યાં હતાં. જોકે આ પછી ફરી પૈસા જમા કરાવો તેવું કહેતા યુવતિને આશંકા બની હતી. આખરે ઓનલાઇન છેતરપિંડી થયાની ખબર પડતાં સાયબર સેલમાં અરજી આપી હતી. જેના આધારે યુવતિએ છેક પશ્ચિમ બંગાળના યુવક વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

મહેસાણાના પાલાવાસણા સર્કલ નજીક રહેતી અને પ્રોફેશનલ એન્કરીંગનો વ્યવસાય કરતી યુવતિ લાલચમાં છેતરાઇ હોવાની ઘટના સામે આવી છે. માં રહેતી યુવતી જે પોતે એન્કરીંગનું કામ કરતી મોના સોલંકીને ઈન્સ્ટ્રાગ્રામમાં એક મેસેજ મળ્યો હતો જેમાં ક્રીપ્ટો કરન્સીમાં રૂ 30,000/ના રોકાણ સામે રૂ.1,00,000/ ટ્રેડીંગ મારફતે મળશે એવું કહ્યું હતું. યુવતીને રોકાણમાં રસ પડતા શાસ્વત વર્મા નામ ધારણ કરેલ સાથે ઈન્સ્ટ્રાગ્રામ ઉપર વાત કરી હતી. આ વાત દરમ્યાન શાસ્વત વર્માએ પ્રથમ 30,000 બાદમાં 50,000 જમા કરાવ્યા હતા. યુવતિએ કુલ 80,000 જમા કરાવ્યાં બાદ શાસ્વત વર્માએ ફરીથી વધુ રોકાણ કરવાનું કહ્યું હતું. જોકે યુવતિને ફ્રોડ લાગતાં બીજું ટ્રાન્ઝેકશ નહિ કરીને પરિચિતની સલાહ લઈ સાયબર સેલમાં ઓનલાઇન ફરીયાદ કરી હતી.

આ તરફ રાજ્યના ઓનલાઇન સાયબર સેલ દ્વારા તપાસ થતાં યુવકની ઇન્સ્ટ્રાગ્રામ આઈ.ડી.“ Profitmania નામ ધારણ કરનાર ઈસમ કોઇ બીજો નિકળ્યો હતો. છેતરપિંડી કરનાર ઈસમનું અસલી નામ સનુ મહતા હતું જે જમ્બોની, પશ્ચીમી મિદનાપુર, પશ્ચીમ બંગાળ રાજ્યનો હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે સાઇબર સેલમાંથી તપાસ થઇ આવતાં મહેસાણા તાલુકા પોલીસે આપીસી કલમ 420 અને આઇટી એક્ટ કલમ 66(D) મુજબ ગુનો નોંઘી વધુ તપાસ હાથ ઘરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.