મહેસાણા જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ સંઘની સાધારણ સભા યોજાઈ

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ સંઘની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર એમ નાગરાજને જિલ્લા પેટ્રન ચંદ્રક અર્પણ કરાયો હતો. સ્કાઉટ ગાઈડ સંઘના જિલ્લા પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, ચીફ કમિશનર મિલન ચૌધરી, ગાઈડ કમિશનર રેખાબેન પટેલ, તેમજ માનસીભાઈ ચૌધરીએ શપથ વિધિ કરાવ્યા બાદ પેટ્રંક ચંદ્રક એનાયત કરી સ્કાર્ફ પહેરાવ્યો હતો.સ્કાઉટ ગાઈડની કારોબારી અને સાધારણ સભામાં કેશુભાઈ પટેલ,હરેશભાઇ ચૌધરી,પ્રકાશભાઈ પટેલ,જેઠાભાઈ પટેલ,સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી આંતરરાષ્ટ્રીય સ્કાઉટ જાબુરીમા ભાગ લેવા દક્ષિણ કોરિયા જઇ રહેલા સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ અને શિક્ષક ને શુભેચ્છાઓ પાઠવી હતી. કલેકટર નાગરાજને પણ પોતે અભ્યાસ કરતા હતા ત્યારે આ પ્રવૃત્તિમાં જોડાયા હોવાનો ઉલ્લેખ કરી મહેસાણાના તમામ બાળકોને સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિમા જોડવા માટે આહવાન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.