મહેસાણા કોર્ટે 2 વ્યાજખોરોને 5 વર્ષની સજા ફટકારી : કેસમાં તપાસ નહીં કરનાર પોલીસ અધિકારી સામે તપાસ કરવા હુકમ કર્યો
મહેસાણા તાલુકાના દેદીયાસણ ખાતે રહેતા નાયક અમૃત લાલ છગનલાલ વ્યાજખોરોથી કંટાળીને 7 ફેબ્રુઆરી 2017ના રોજ દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. મૃતક પાસે વ્યાજખોરોએ મૂડી કરતા દશ ગણું વ્યાજ લીધા બાદ પણ માનસિક હેરાન કરતા હતા. જેના કારણે શખ્સે ખેતરમાં જઇ દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. જોકે, આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં વ્યાજ ખોરો પૈકી (1)ભરત ભાઈ લાભ શંકર જોષી (2)પૃથ્વી રાજ ચૌધરી તેમજ રામોસણા ગામના બે શખ્સો પૈસા મામલે હેરાન કરતા હોવાનું લખી આપઘાત કર્યો હતો
આ કેસ આજરોજ મહેસાણા સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ભરત જી પટેલે દિલીલો કરી હતી જે કેસમાં વકીલે કોર્ટમાં કુલ 13 સાક્ષી અને 40 જેટલા પુરાવાઓ રજૂ કર્યા હતા, જે પુરાવા અને સરકારી વકીલની ધારદાર દલીલો કોર્ટ ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટ કલમ 306 માં પાંચ વર્ષ અને 387 માં 3 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. તેમજ 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, તેમજ આ કેસમાં સ્યુસાઇડ નોટમાં ચાર વ્યાજ ખોરોનો ઉલ્લેખ હોવા છતાં તપાસ અધિકારીએ માત્ર બે જ આરોપીની તપાસ કરી હતી એ કેસમાં યોગ્ય તપાસ નહીં કરનાર પોલીસ અધિકારી સામે પણ કોર્ટે તપાસ કરવાનો આદેશ કર્યો છે.