કડી વિસ્તારમાં જુગારીઓ ન રોકવા બદલ પોલીસ કર્મીઓ પર લેવાયા એક્શન

મહેસાણા
મહેસાણા

કડી મહેસાણા વિસ્તારોમાં દિવસેને દિવસે જુગારીઓનો વધારો થઈ રહ્યો હોવાના સ્થાનિકોની ફરિયાદોને કડી પોલીસે ધ્યાનેતો લીધી પણ જુગાર જેવી પ્રવૃત્તિઓ રોકી ન શકાતાં જુગારધામ પકડાવા મુદ્દે એસપી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આઇજીના હુકમના પગલે spદ્વારા પીઆઈ એન આર પટેલ અને પીએસઆઈ બી પી મકવાણા, કોન્સ્ટેબલ નીતિન, મહેશજી અને મકસુને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.કડી વિસ્તારમાં જુગાર એટલો બધો વધી ગયો હતો કે ખુલ્લે આમ લોકો રમતા થઈ ગયા હતા. એવામાં Smcઅને વિજિલન્સ દ્વારા થોડા દિવસ અગાઉ રેડ કરાઈ હતી, જેમાં જુગારનું પ્રમાણ વધું હોવાનું જાણવા મળતાં પોલીસ જુગારીયા પર કાર્યવાહી ન કરી રહી હોવાની શંકાને પગલે આઈજીના હુકમ હોવાથી SPદ્વારા pi,psi સહિત 3 કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરાયા છે.વિસનગર પોલીસની નાક નીચે ડબ્બા ટ્રેડિંગ થઈ રહ્યું છે, તેવામાં વિસનગર પોલીસ કોઈ જ જવાબ આપવા માટે તૈયાર નથી. સરકારના પરિપત્રનો રદીયો આપીને જવાબદાર પોલીસ અધિકારીઓ વિસનગર ડિવાયએસપી પાસેથી નિવેદન લેવાનું જણાવી રહ્યાં છે. વિસનગર-વડનગર અને ખેરાલુ સુધી ફેલાયેલા આ દૂષણને લઈને એકપણ અધિકારી જવાબદારી લેવા માટે તૈયાર નથી. તેથી ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા લોકો ડર વગર પોતાના ધંધાનો વિસ્તાર કરી રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.