મહેસાણામાં શખ્સ તમંચા સાથે લૂંટના ઈરાદે જ્વેલર્સની રેકી કરતો : લૂંટને અંજામ આપે તે પહેલા જ પોલીસે દબોચી લીધો

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરમા અન્ય રાજ્ય માંથી અલગ અલગ વિસ્તારમાં રહી મહેસાણામા આવી મોટા જવેલર્સના શો રૂમોની છેલ્લા પાંચ દિવસથી રેકી કરી લૂંટ કરવાના ઇરાદે ફરી રહેલા શખ્સને મહેસાણા એલ.સી.બી ટીમે બાતમી આધારે પેટ્રોલીગ દરમિયાન દબોચી લીધો હતો.ઝડપાયેલા ઈસમ પાસેથી પોલીસે તમંચા સાથે પકડી પાડતા મહેસાણા શહેરમા લૂંટની મોટી ઘટના ટળી છે.દેહરાદુનમા રિલાયન્સ જવેલર્સના શો રૂમમાં 15 કરોડની લૂંટની ઘટના ત્યાંના કોતવાલી નગર પોલીસમાં નોંધાઇ હતી જે કેસની તપાસમાં દેહરાદૂન પોલીસ મહેસાણા તપાસમાં આવી હતી જ્યાં તે ટીમની સાથે મહેસાણા sog,LCB ટિમો જોડાઈ હતી.જ્યાં મહેસાણા એલ.સી.બી ટીમના માણસો બનાવની ગંભીરતા લઈ શહેરમા રાત્રે પેટ્રોલીગ પર હતી એ દરમિયાન રાધનપુર રોડ પર એરો દ્રામની દીવાલ પાસે એક ઈસમ બેગ સાથે શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો.જેની તપાસ કરતા તેની બેગ માંથી એક તમંચો અને કાર્ટિઝ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી

સમગ્ર કેસમાં મહેસાણા dysp આર.આઈ.દેસાઈ એ દિવ્ય ભાસ્કર ને જણાવ્યું કે દેહરાદૂનમાં 15 કરોડની લૂંટ બે દિવસ અગાઉ બની હતી જે કેસમાં ત્યાંની પોલીસ મહેસાણા તપાસમાં આવી હતી જ્યાં જિલ્લા પોલીસ વડાની સૂચના થી મહેસાણા lcb અને એસઓજી ટિમો મહેસાણામાં તપાસમાં જોડાઈ હતી અને પેટ્રોલીગ પર હતી એ દરમિયાન આ શખ્સ તમંચા સાથે ઝડપાયો હતો.પોલીસે બિહારના 24 વર્ષીય વિકાસ કુમાર કુશવાહ ને ઝડપી લીધો છે.ઝડપાયેલ આરોપી મહેસાણામાં છેલ્લા પાંચ દિવસથી આવી સવાર થી સાંજ અલગ અલગ વિસ્તારમાં આવેલ જવેલર્સના શો રૂમની રેકી કરી લૂંટ કરવાના ઈરાદામા હોવાનું હાલમાં સામે આવ્યું છે.તેમજ આરોપી સુરતમાં ગંગાનગર સોસાયટીમાં ભાડે રહેતો હોવાનું સામે આવ્યું છે.સમગ્ર કેસમાં ઝડપાયેલા ઈસમ રેકી કરી વિગતો કોને આપતો હતો?..તમેજ આ લૂંટમાં ઉત્તર પ્રદેશના અન્ય કોણ સડોવાયલ છે.તે અંગે તપાસ કરવામાં આવશે ઝપાયેલ આરોપી અગાઉ ડ્રગ્સના ગુન્હામાં,લૂંટના એમ અલગ અલગ કુલ ત્રણ ગુન્હામાં સડોવાયલ છે.આરોપી અગાઉ સુરતમાં રહેતો હતો.તેમજ મહેસાણામાં રેકી કરી છે તમેજ ગુજરાતના અન્ય કોઇ જિલ્લામાં લૂંટના ઇરાદે રેકી કરી છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે.હાલમાં આરોપી પાસેથી એક તમંચો કબ્જે કરવામાં આવ્યો છે.સમગ્ર કેસમાં દેહરાદુનમા રિલાયન્સ જવેલર્સ માંથી બે દિવસ અગાઉ ત્યાંની પોલીસ મહેસાણા તપાસમાં જોડાઈ હતી એ દરમિયાન આ આરોપી મહેસાણા થી ઝડપાયો હતો.જોકે આ આરોપી પણ જવેલર્સની રેકી કરી લૂંટ કરવાની ફિરાક મા હતો જોકે આ આરોપી 15 કરોડની લૂંટ કેસમાં સડોવાયલ છે કે નહીં તે પોલીસ તપાસમાં સામે આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.