ઊંઝા નગરપાલિકા ખાતે જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરવા અરજદારોની લાંબી કતારો
દૈનિક 150 જેટલાં અરજદારો અપરકાર્ડમાં સુધારાને જન્મ પ્રમાણપત્ર લેવા આવે છે.
ઊંઝા નગરપાલિકા ખાતે આવેલ જન્મ મરણ વિભાગ ખાતે અપર કાર્ડની યોજનામાં જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવા માટે અરજદારો આવી રહ્યા છે. જેને લઇ અરજદારોની લાંબી કતારો લાગી હતી. જેમાં દૈનિક 150 ઊપરાંત અરજદારોના પ્રમાણપત્રમાં સુધારો કરી જન્મના દાખલા લઈ રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા વિધાથીર્ઓ માટે અપર કાર્ડની યોજના અમલમાં મુકી છે.
આ યોજના અંતર્ગત આધારકાર્ડ અને જન્મના પ્રમાણપત્રમાં એક્ સરખું નામ હોવું જરૂરી છે. જેને લઇ ઊંઝા પાલિકા ખાતે આધારકાર્ડ અને ઇકેવાયસી ના કારણે જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરાવવા દૈનિક 150 ઉપરાંત અરજદારો આવતાભારે ઘસારો જૉવા મળી રહયો છે. ઊંઝા પાલિકાનાં જન્મ મરણ વિભાગના કર્મીઓ દ્વારા દૈનિક 150 ઉપરાંત જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરી અરજદારોને આપવામા આવી રહ્યાં છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં 550 કરતા વધું અરજદારોના પ્રમાણપત્રમાં સુધારો કરી આપવામાં આવી રહ્યા છે.