વિસનગરમાં હરિહર સેવા મંડળમાં લોક દરબાર યોજાયો

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં આવેલા હરિહર સેવા મંડળ ખાતે મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં થતી સમસ્યાઓ સહિત વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં શહેરના આગેવાનો સહિત પી.આઇ એસ.એસ.નિનામા, પી.એસ.આઇ એન.એન.ગોહેલ, પી.એસ આઈ બી.વી. ભગોરા સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યાં હતાં.વિસનગરમાં હરિહર સેવા મંડળ ખાતે જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા એ વિસનગરના શહેરની તેમજ વર્તમાન સમયમાં ચાલતી સમસ્યાઓ સાંભળી તેના પર જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. જેમાં વ્યાજખોરોનો ત્રાસ, સાઇબર ક્રાઇમના ફ્રોડમાં શું સાવચેતી રાખવી, ક્રાઇમને કેવી રીતે રોકવું, બાળકો સાથે સંપર્ક વધારવો જેવી બાબતો અંગે જિલ્લા પોલીસ વડાએ શહેરના આગેવાનો સાથે ચર્ચા કરી હતી.જેમાં શહેરના આગેવાનોએ શહેરમાં રખડતાં ઢોર, સાઇબર ક્રાઇમ માં કેવી રીતે રજૂઆત કરવી, મહેસાણા ચોકડીથી આઇ.ટી.આઇ ફાટક સુધી બનનાર ઓવરબ્રિજ કામગીરીમાં ટ્રાફિક દૂર કરવા માટે ટ્રાફિક પી.એસ.આઇની નિમણૂક, ગંજ બજાર ફાટક પર બે વાહનોની વચ્ચે લાઇન નાખવા, બેફામ શાળાઓના વિદ્યાર્થીઓ ભરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા, અરજી સામે જલદી ફરિયાદ દાખલ કરવા, શાળા કોલેજ નજીક આલ્કોહોલ પીણા સામે કાર્યવાહી કરવા, શહેરમાં ચાલતી બેફામ એસ.ટી બસો સામે કાર્યવાહી કરવા, એમ.એન.કોલેજ આગળ બમ્પ બનાવવા, શૈક્ષણિક સંસ્થાઓની બન્ને બાજુ સ્પીડ બ્રેક્રર બનાવવા, કાળા કાચ વાળી ગાડીઓ સામે કાર્યવાહી કરવા, ગામડાઓમાં બનતા ચોરી ન બનાવો અટકાવવા પેટ્રોલિંગ વધારવા, 10 વાગ્યા પછી પાન પાર્લર બેસતા તત્વો સામે કાર્યવાહી કરવા સહિતની રજૂઆતો આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલીસ વડાએ આ બાબતોને ધ્યાન દોરવા શહેર પોલીસને સૂચન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.