કડીના નંદાસણ પોલીસ સ્ટેશનમાં 1 કરોડથી વધુના દારૂનો નાશ કરાયો

મહેસાણા
મહેસાણા

ગુજરાત રાજ્યમાં દારૂનું વેચાણ કરવું અને સેવન કરવું તેના પર પ્રતિબંધ છે. તેમ છતાં દર વર્ષે ગુજરાતમાં કરોડોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાતો હોય તેવું અનેકવાર બનતું હોય છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો ગુજરાતમાં બેફામ બની ગયા છે. રાજ્યની વિવિધ સરહદમાંથી વિદેશી દારૂની બોટલો ઘુસાડવા માટે તેઓ તત્પર હોય છે અને ગુજરાતની અંદર દારૂબંધી સામે અનેકવાર સવાલો ઊભા થતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. ત્યારે કડી તાલુકાના નંદાસણ પોલીસ મથકમાં ઝડપાયેલા 51 ગુનાની વિદેશી દારૂની બોટલોનો આજે નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કડી તાલુકાના નંદાસણ પોલીસ મથકમાં 92,659 વિદેશી દારૂની નાના મોટી અલગ-અલગ બ્રાન્ડની બોટલો તેમજ બિયરના ટીન કિંમત રૂપિયા 1 કરોડ 44 લાખ 59 હજાર 485 ઝડપાયેલા હતા. આજરોજ નાશ કરવામાં આવ્યો હતો. કડી તાલુકાના સરસાવ ગામની સીમમાં આવેલા ગૌચર જમીનમાં કરોડો રૂપિયાની વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. ચાર ડમ્પર, બે 407 અને એક ટ્રેક્ટર ભરીને નંદાસણ પોલીસ દ્વારા સરસાવ ગામની સીમમાં આવેલા ગૌચર જમીનમાં લાવવામાં આવ્યો હતો. જમીન ઉપર બોટલો ગોઠવીને તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન ઉચ્ચકક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બપોર બાદ કડી પ્રાંત અધિકારી, પ્રોફેશનલ એસપી વિવેક ભીંડા, નંદાસણ પોલીસ સ્ટેશનનું સ્ટાફ કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, મામલતદાર કચેરીના અધિકારીઓ, નશાબંધી અધિકારીઓની ઉપસ્થિતમાં કરોડો રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.