એલસીબી ટીમે બાતમી આધારે દરોડા પાડી બંધ મકાન માંથી વિદેશી દારૂની 208 બોટલ કબ્જે કરી
મહેસાણા તાલુકામાં આવેલા લાઘણજ પોલીસ મથકની હદમાં આવતા આંબલીયાસણ ગામમાં એલસીબી ટીમે બાતમી આધારે દરોડા પાડી બંધ મકાન માંથી વિદેશી દારૂની 208 બોટલ કબ્જે કરી હતી.દરોડા દરમિયાન દારૂ વેચનાર શખ્સ મળી ન આવતા તેની સામે લાઘણજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
મહેસાણા તાલુકામાં આવેલા આંબલીયાસણ ગામે ટીમબા વિસ્તારમાં રહેતા ઠાકોર અજય જી ઉર્ફ કાળો પોતાના ઘરની બાજુમાં આવેલ બંધ પડેલા બિસમાર હાલતમાં રહેલા મકાનમાં વિદેશી દારૂ રાખી વ્યાપરી કરતો હતો.આ દરમિયાન મહેસાણા એલસીબી ટીમના માણસો ને આ મામલે બાતમી મળતા તેઓએ બાતમી વાળી જગ્યા પર દરોડા પાડી 208 નંગ બિયર ના ટીન કિંમત 31,834 કબ્જે કર્યા હતા. એલસીબી ના દરોડા દરમિયાન દારૂ વેચનાર શખ્સ મળી આવ્યો નહોતો જેથી પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ સમેત આરોપી વિરુદ્ધ લાઘણજ પોલીસમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.