મહેસાણામાં તીનપત્તિનો જુગાર રમતાં દરમ્યાન LCB ત્રાટકી, 7 ઇસમો ઝડપાયા

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના ગામેથી મહેસાણા LCBએ તિન-પત્તિનો જુગાર રમતાં 7 ઇસમોને ઝડપી પાડ્યા છે. LCBની ટીમ મિલ્કત સંબંધી ગુનાઓ અને જુગારની પ્રવૃત્તિ આચરતાં ઇસમોને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે ઊંઝા તાલુકાના ગામે રેઇડ કરી હતી. કાર્યવાહી દરમ્યાન LCBએ સ્થળ પરથી 7 ઇસમોને ઝડપી પાડ્યા છે. આ સાથે કુલ કિ.રૂ.14,000નો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહીલે મિલ્કત સંબંધી ગુનાઓ, પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ અટકાવવા રેઇડો કરી અસરકારક કાર્યવાહી કરવા LCB PI બી.એચ.રાઠોડને સૂચના આપેલ છે. જે અનુસંધાને LCB PSI આર.કે.પટેલ, ASI રત્નાભાઇ, AHC શૈલેષકુમાર, પિયુષકુમાર,મહેન્દ્રસિંહ અને PC વિષ્ણુભાઇ સહિતનો સ્ટાફ ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન HC શૈલેષકુમાર અને તેજાભાઇને સંયુક્ત બાતમી મળી હતી કે, દાસજ ગામે જુગાર રમાઇ રહ્યો છે.

આ દરમ્યાન ચોક્કસ બાતમી હોઇ PSI આર.કે.પટેલની ટીમે તાત્કાલિક દાસજ ગામે રેઇડ કરતાં જુગારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ LCBએ ઘટના સ્થળેથી દાવ પરથી રોકડ રકમ કિ.રૂ. 3,120 જુગાર રમનાર ઇસમોની અંગજડતીમાંથી રોકડ રકમ 10,880 મળી કુલ કિ.રૂ.14,000 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે LCBએ 7 ઇસમોને ઝડપી પાડી ઊંઝા પોલીસ મથકે જુગારધારાની કલમ 12 મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે.
ઝડપાયેલા આરોપીઓના નામ
પટેલ મહેશકુમાર નટવરલાલ, રહે.ઐઠોર,તા.ઊંઝા
ઠાકોર રમેશજી કરણાજી, રહે. રણછોડપુરા, તા.ઊંઝા
સૈયદ અસ્લમમીયાં મુતૃઝામીયાં, રહે. ભાંખર, તા.ઊંઝા
ઠાકોર પ્રવિણજી ખેંગારજી, રહે. રણછોડપુરા, તા.ઊંઝા
ઠાકોર વિષ્ણુજી મફાજી, રહે. ઊંઝા
પટેલ મહેશકુમાર વિઠ્ઠલભાઇ, રહે. ઊંઝા
સેનમા રમેશભાઇ મણીલાલ
વોન્ટેડ આરોપીનું નામ
શેખ શાહરૂખભાઇ અબ્બાસભાઇ, રહે. દાસજ, ઇન્દીરાનગર, તા. ઊંઝા, જી.મહેસાણા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.