સિદ્ધપુરથી મહેસાણા લવાતો વિદેશી દારૂનો જથ્થો ફતેપુરા સર્કલ પાસેથી LCBએ ઝડપી પાડ્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બામતીના આધારે ફતેપુરા સર્કલ પાસેથી ઇકો ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમને ઝડપી લીધો હતો. સિદ્ધપુરથી ગાડીમાં વિદેશી દારૂ ભરીને મહેસાણા ડિલિવરી કરવા આવી રહ્યો હતો જોકે, મહેસાણામાં દારૂની ડિલિવરી કરે તે પહેલા જ એલસીબીની ટીમે ગાડી સહિત ઝડપી લીધો હતો.

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના પી.એસ.આઈ એમ.ડી ડાભીની ટીમના પો.કો જયસિંહ તેમજ રાજેન્દ્રસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઈકો ગાડીમાં દારૂ ભરીને ફતેપુરા સર્કલ થઈ મહેસાણામાં ગાડી આવવાની છે. જે બાતમીના આધારે ટીમે ફતેપુરા સર્કલ નજીક વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી ઈકો આવતા જ રોકાવી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી પોલીસે મહેસાણાના મગપરામાં રહેતા અજિતજી કાળુંજી ઠાકોરને ઝડપી લીધો હતો. ગાડીમાં તલાસી કરતા ગાડીમાંથી 48,325 કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ તેમજ ગાડી મળી કુલ 3,49,325 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ઝડપાયેલા ઇસમે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, સિદ્ધપુરના વાધણા ખાતેથી તલસિંહ નામના ઈસમે વિદેશી દારૂ ભરી આપયો હતો અને આ વિદેશી દારૂ મહેસાણાના ભોંયરા વાસમાં રહેતા રાવળ મોહન ભાઈ ગોપાલભાઈ અને જનતા નગરમાં રહેતા ઠાકોર શૈલેષ સરદારજીને આપવાનો હતો. સમગ્ર મામલે એલસીબીની ટીમે ચાર શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.