ઊંઝામાં ફાર્મ હાઉસમાં ચાલતાં જુગારધામ ધામ પર LCBના દરોડા: 1 લાખ થી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયાં

મહેસાણા
મહેસાણા

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઊંઝા તાલુકાના વિશોળ ગામે આવેલ એક ફાર્મ હાઉસની ઓરડીમાં ચાલતાં જુગારધામ ત્રાટકતાં જુગાર રમતાં ખેંલીઓ હક્કા બક્કા થઇ ગયા હતા. આ જુગારધામ પરથી કુલ રુપિયા 1 લાખ 1800ના મુદ્દામાલ સાથે છ જુગારીઓને ઝડપી પાડી જેલમાં ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહેસાણા જિલ્લામાં શ્રાવણિયા જુગારની મોસમ પૂરબહારમાં ફૂલીફાલી છે. ઠેર-ઠેર ગ્રામ્ય વિસ્તારોમાં, મહોલ્લા શેરીઓ, ખેંતરો, ગેસ્ટહાઉસ સહિત જગ્યાઓ પર જુગારની હાટડીઓ શરુ થઇ ગઇ છે. જેને પગલે રોજબરોજ જુગાર રમતાં જુગારના ખેંલીઓને રોજબરોજ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવી રહ્યાં છે. ત્યારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લાગેલી જુગારની હાટડીઓને ડામી દેવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુગારના ખેંલીઓના નાકમાં દમ લાવી દીધો છે.મહેસાણા એલસીબી પીએસઆઇ,હકો.સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગ દરમિયાન મહેસાણા રાધનપુર સર્કલ પાસે આવતાં હેકો. વિજયસિંહ તથા કિરણજીને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે, ઊંઝા તાલુકાના વિશોળ ગામની સીમમાં સધી અશ્વ ફાર્મ હાઉસની ઓરડીમાં બહારથી માણસો બોલાવી પટેલ લક્ષ્મણભાઇ શંભુભાઇ રહે. વિશોળ તા. ઊંઝાવાળો જુગારધામ ચલાવી રહ્યો છે. જે બાતમીના આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિશોળના સધી અશ્વ ફાર્મમાં ત્રાટકતાં હાજર જુગારીઓમાં ભાગમ ભાગ મચી ગઇ હતી. જ્યાંથી એલસીબીએ છ જુગારીઓને રોકડ રકમ 5700, મોબાઇલ સહિત કુલ રુપિયા 1,01,830 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.