સૂર્યના પ્રથમ કિરણ સાથે રાજ્યનાં 108 સ્થળે લાખો લોકોએ સૂર્યનમસ્કાર કર્યા

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે 2024ના પ્રથમ દિવસે સૂર્ય નમસ્કાર કરી સૂર્યની આરાધના સાથે સમગ્ર ગુજરાતના નાગરિકોએ એક વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. સૂર્ય મંદિર ખાતે સૂર્યનાં પ્રથમ કિરણના સ્વાગત સાથે સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા હતા. જામનગર, પાટણ, આણંદ, અંબાજી સહિતના વિસ્તારો મળી રાજ્યનાં 108 સ્થળે લાખો લોકોએ એકસાથે સૂર્યનમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી.રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર કાર્યક્રમ
રાજ્ય કક્ષાના મોઢેરા કાર્યક્રમ સહિત રાજ્યના વિવિધ 108 આઇકોનિક સ્થળોએ સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જે પૈકી 51 સ્થળોએ સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજી આજે 2024ના નવા વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાતે સમગ્ર દુનિયામાં એક સાથે લાખોની સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરી ગ્રિનીઝ બુક ઓફ વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો છે. મોઢેરામાં રાજ્ય વ્યાપી સૂર્યનમસ્કાર કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના લોકો જોડાયા હતા.આ તકે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વર્ષ 2024 ની શરૂઆતને દુનિયા ભરના લોકો આજ ગુજરાતને જોશે. ગુજરાતીઓએ મળીને નવો ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતીઓ આ દિવસ માટે રાત દિવસ મહેનત કરતા હતા. 2024ની શરૂઆત પહેલા દિવસે સૂરજની પહેલી કિરણો સાથે ગુજરાતના 108 સ્થળો પર લાખોની સંખ્યામાં લોકો ભેગા થઈને એક સાથે સૂર્ય નમસ્કારની સાધના કરી એજ રીતે સૂર્યની પહેલી કિરણો જ્યાં પડે એવું મોઢેરા સૂર્ય મંદિર ખાતે મોટી સંખ્યામાં યુવા, વડીલો ભેગા થઈ સૂર્ય નમસ્કારની સાધના કરી હતી. આજે આપડે લોકોએ માત્ર ગુજરાતનો જ નહીં પરંતુ દુનિયાનો 2024નો સર્વ પ્રથમ વિક્રમ રેકોર્ડ બનાવનાર આપડે સૌ ગુજરાતીઓ બન્યા છીએ. સવાર પડતા જ ગુજરાતીઓએ આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ગુજરાતીઓને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને લખ્યું કે, ગુજરાતે 2024નું એક અદ્ભુત પરાક્રમ સાથે સ્વાગત કર્યું, 108 સ્થળોએ એકસાથે સૂર્ય નમસ્કાર કરી, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો! જેમ આપણે બધા જાણીએ છીએ કે 108 નંબરનું આપણી સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે. આઇકોનિક સ્થળોમાં મોઢેરા સૂર્ય મંદિરનો પણ સમાવેશ થાય છે, જ્યાં ઘણા લોકો જોડાયા હતા. આ ખરેખર યોગ અને આપણી સાંસ્કૃતિક વારસા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો છે. હું બધાને સૂર્ય નમસ્કારને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવવા વિનંતી કરું છું. આના ફાયદા અપાર છે.ગીનીશ વર્લ્ડ રેકોર્ડના ઓફિશિયલ એજ્યુકેટર સ્વપ્નિલ ડાગરીકરે જણાવ્યું કે, સૌથી વધુ એક સાથે સૂર્ય નમસ્કારનો રેકોર્ડ કરવાનો આ પહેલા કોઈ રેકોર્ડ થયો નથી. રેકોર્ડ માટે ઓછામાં ઓછા 300 લોકો હોવા જોઈએ અને આ સૂર્ય નમસ્કાર પાંચ મિનિટ સુધી ચાલવા જોઈએ. ત્યારબાદ તેની ગણતરી કરવામાં આવી હતી. યોગમાં આવનાર ક્વોલિફાઇડ હોવા જોઈએ. આ તમામ બાબતોને ધ્યાન રાખી અમે સવારથી ચેક કર્યું છે અને તમામ નિયમો જાળવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ રેકોર્ડ સફળ રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.