મહેસાણાના LCBએ નાનીકડી ગામની સીમમાં આવેલા ખેતરોમાં જુગાર રમતા ત્રણ ઝડપી લીધા

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામા ચાલુ માસ દરમિયાન ઠેર-ઠેર જુગાર ધામો ઝડપાઇ રહ્યા છે.ત્યારે ગઈકાલે સ્ટેટ મોનિટરીગ સેલની ટીમના દરોડા આજરોજ મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં ચાલતા જુગાર પર દરોડા પાડી ત્રણ જુગારીને રંગેહાથ ઝડપી લીધા હતા.મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઈ એમ ડી ડાભીની ટીમના માણસો કડી મા પેટ્રોલીગ પર હતા.એ દરમિયાન હે.કોની સંયુક્ત બાતમી મળી કે નાનીકડી અશોક વાટિકા સોસાયટીની બાજુમાં આવેલા ખેતરમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે.બાતમી આધારે એલસીબી ટીમે ખેતરોમાં દરોડા પાડતા જુગાર રમતા ત્રણને રંગેહાથ ઝડપી લીધા હતા.અને અન્ય ઈસમો રેડ દરમિયાન ભાગી ગયા હતા.પોલીસે રોકડ રકમ 8880 અને દાવ પરથી રોકડા 2600 તેમજ ત્રણ ફોન કિંમત 30,000 મળી કુલ 41,480 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પટેલ રમેશભાઈ ભાઈલાલ ભાઈ,સાધુ દશરથભાઈ નટુભાઈ, પટેલ પંકજ કુમાર પ્રહલાદ ભાઈ ને ઝડપી કડી પોલીસમાં ગુન્હો નોંધાવી વધુ તપાસ આદરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.