મહેસાણા RTO પાછળ કચરામાં આગ લાગી

મહેસાણા
મહેસાણા

મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલ RTO કચેરીની બાજુમાં પડેલા કચરામાં એકાએક આગ લાગી હતી.જોકે અને એક આઇસર ચાલક કચરો ખાલી કરવા જતાં આગના તણખલા ઉડી આઇસર પર પડતા આઇસરના ટાયર મા આગ લાગી હતી.જેના કારણે ડ્રાઇવરે તાત્કાલિક મહેસાણા પાલિકના ફાયર વિભાગને જાણ કરતા પાલિકા ફાયર ટિમ ઘટના સ્થળે દોડી આવી આગ બુજાવી હતી.મહેસાણા આરટીઓ કચેરીની બાજુમાં પસાર થતા રોડ પર પડેલા કચરામાં આગ લાગી હતી.એ દરમિયાન પટેલ પિયુષ ભાઈ રશિક ભાઈ GJ02AT1589 આઇસર લઇ એ સ્થળે કચરો ખાલી કરી રહ્યા હતા.એ દરમિયાન આગના તણખલા ઉડીને આઇસર ના પાછળના ટાયર પર પડતા ટાયર આગની ઝપેટમાં આવી ગયું હતું.નજીકમાં પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ડ્રાઇવરે તાત્કાલિક મહેસાણા પાલિકાના ફાયર વિભાગ ને જાણ કરતા પાલિકાની ફાયર ટિમો હોઝ રિલ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જ્યાં 2000 લીટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે ઘટનામાં કોઈ મોટું નુકસાન ન થયું હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.