ખેરાલુમા ડ્રાઇવર એસોસિએશન દ્વારા રોડ પર ટાયરો સળગાવી ચક્કાજામ કરાયો

મહેસાણા
મહેસાણા

સમગ્ર દેશમાં અકસ્માતના નવા કાયદાને લઈ ટ્રક ડ્રાઈવરો સહિત ખાનગી ફેરીઓ મારતા ડ્રાઈવરો એ વિવિધ જગ્યાઓ પર આજે પોતાના એસોસિએશન સાથે મળી ચક્કાજામ કરી હડતાળ પાડી સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે.દેશમાં અકસ્માતના નવા નિયમો અંગે હાલમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.ત્યારે મહેસાણા જિલ્લામાં પણ વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો.જિલ્લાના ખેરાલુ શહેર ખાતે આજે ડ્રાઈવરોએ રોડ પર ટાયરો સળગાવી,રોડ ચક્કાજામ કરી હડતાળમાં જોડાયા હતાં.ત્યારબાદ સ્થાનિક મામલતદારને આ મામલે આવેદનપત્ર આપ્યું હતું.તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા બિટીશકાળના કાયદા બદલી નવા સંશોધિત કાયદા ભારતીય ન્યાય સંહિતા સ્વરૂપે રજૂ કર્યા છે.આ કાયદામાં જો વાહન અકસ્માતના ગુન્હામાં માલ વાહન વાહનના ડ્રાઇવરને અકસ્માતના કેસમાં 10 વર્ષ સુધીની જેલ તેમજ ફરીથી વાહન ચાલકને લાઇસન્સ મળે જ નહીં તેવી જોગવાઈઓ છે.જેની સામે ટ્રક ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સમગ્ર મામલે આજે ખેરાલુ ખાતે આવેલ વૃંદાવન ચોકડી પર ડ્રાઈવરો દ્વારા રસ્તા રોકો આંદોલન કર્યું હતું જેમાં ડ્રાઇવર એસોસિએશન દ્વારા રોડ પર ટાયરો સળગાવી રસ્તા બ્લોક કર્યા હતા.અંબાજી અને વિસનગર સિદ્ધપુર ચોકડી અમદાવાદ જતા વાહનો અટવાયા હતા.તેમજ પોલીસના બેરીકેટ ડ્રાઈવરો એ વાપરી રસ્તા રોક્યા હતા.સમગ્ર મામલે ખેરાલુ પોલીસ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કરાવી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.


ખેરાલુ ડ્રાઇવર એસોસિએશનમાં ઇકો ગાડીઓના ડ્રાઈવરો,ડમ્પર,ટ્રક સહિત ડ્રાઈવરો રેલી સ્વરૂપે રોડ પર ચાલી મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે આ કાયદો ખોટો છે.આ કાયદો પાછો લેવા માટે તમામ ડ્રાઇવર એસોસિએશન હડતાળ ઉપર છે.તેનાથી અનેક ઘણું નુકસાન થાય છે.આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ડ્રાઈવરો અકસ્માત સર્જે અને ભાગે નહિ તો ત્યાંના સ્થાનિક લોકો ડ્રાઇવરને મારી નાખે છે.મહિને 5 હજાર કમાવવા વાળો ડ્રાઇવર 7 લાખ રૂપિયા ક્યાંથી લઈ ને ભરે.જો ડ્રાઇવર ને 10 વર્ષની સજા પડે તો તેના ઘરના ખાવા પીવા દવાખાનનો ખર્ચ કોણ કરે?.કોઈ પણ ડ્રાઇવર મરજીથી અકસ્માત કરતો નથી.સમગ્ર ડ્રાઇવર એસોસિએશન દ્વારા હડતાળ પર ઉતર્યા છીએ અને આ કાળા કાનૂન નાબૂદ કરીશુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.