ગાંધીનગર લીંક રોડ થી જીઇબી રોડ પર ખાડા રાજ

મહેસાણા
મહેસાણા

મહેસાણામાં ગાંધીનગર લીંક રોડથી ધોબીઘાટ અને જીઇબી તરફ ત્રણ રસ્તા સુધીનો આખોય રોડ ચોમાસામાં ધોવાઇ જતાં વાહનચાલકો સાથે રહીશો હેરાન થઇ રહ્યા છે. વાહનચાલકો ખાડાથી બચવા સર્પાકાર દોડતાં હોઇ અકસ્માતનું જોખમ રહે છે.ગાંધીનગર લીંક રોડ પીલુદરાનગર સામે સિલ્વર બંગ્લોઝ, આકાર સોસાયટી, ગોલ્ડનવિલા, સાંઇરામ બંગ્લોઝ સુધીનો આખો રસ્તો ઉબડખાબડ બની ગયો છે. રોડ પરથી કચપી ખરીને આખા રસ્તામાં ફેલાઇ છે. એવામાં સામાન્ય વરસાદમાં પણ રોડ પર આ સોસાયટીઓના ભાગમાં પાણી ભરાઇ રહેતું હોઇ ખાડા પડી ગયા છે. ગાંધીનગર લીંક રોડથી જીઇબી અને ધોબીઘાટ એમ ત્રણ રસ્તાના આવન જાવનનો મુખ્ય શોર્ટકટ રસ્તો હોઇ ચોવીસે કલાક વાહનોની અવર જવર રહેતી હોય છે. આવામાં રોડ તૂટી જતાં લોકોને મુશ્કેલી સર્જાઇ રહી છે. વળી, સિલ્વર બંગ્લોઝથી આકાર સોસાયટી સુધીનો રસ્તો પણ તૂટી ગયેલો હોઇ અહીં નિચાણમાં પાણી ભરાવાની સમસ્યા ઉદભવી છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ રહે છે. આ અંગે નગરપાલિકાના બાંધકામ ઇજનેર જતીનભાઇ પટેલે કહ્યું કે, અંબિકા નેળિયાનો રસ્તો 6-7 વર્ષ જૂનો બનેલો છે. જ્યાં આગળના ભાગના રસ્તાનું ચોમાસામાં ધોવાણ થયું છે, આ ચોમાસામાં રોડ મરામતની ગ્રાન્ટમાંથી રસ્તાનું નવિનીકરણ કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.