મહેસાણામાં કેન્દ્રીય વિદ્યાલયમાં દરેક ધોરણમાં એક-એક વર્ગ વધારવાની મંજૂરી મળી

મહેસાણા
મહેસાણા

મહેસાણામાં ONGCદ્વારા સંચાલિત કેન્દ્રીય વિદ્યાલય આવેલું છે. આ કેન્દ્રીય વિદ્યાલય માં દર વર્ષે એડમીશન લેવા માટે ખુબ જ ઘસારો હોય છે. મહેસાણામાં કેન્દ્ર સરકાર ના અનેક કર્મચારીઓ વસેલા છે જેમના સંતાનો ને એડમીશન લેવા માટે સૌથી અનુકૂળ કેન્દ્રીય વિદ્યાલય હોય છે. પરંતુ દરેક ધોરણ ના ફક્ત ૨ જ વર્ગ હોવાથી ઘણા બધા કેન્દ્રીય કર્મચારીઓ ના સંતાનો એડમીશન મેળવી શકતા નહોતા. મહેસાણા માં CISFઅને BSF જેવી દેશ ની રક્ષા કરતી સૈનિકો ની ટુકડીઓ પણ આવેલી છે. તેમના બાળકો ને પણ એડમીશન મળતા નહોતા. અને લોકલ મહેસાણાના નાગરિકો પણ પોતાના બાળકો ને કેન્દ્રીય વિદ્યાલય માં એડમીશન લેવા માટે ખુબ પ્રયત્ન કરતા હોય છે.જો દરેક ધોરણ માં એક-એક સેકશન વધારવું હોય તો નવા ક્લાસ રૂમ પણ જોઈએ. તો તે માટે જરૂરી વધારાના નવા ક્લાસ રૂમ ONGCના CSR ફંડ માંથી બનાવવા માટે સાંસદ શારદાબેન દ્વારા પહેલા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પૂરી ને રજૂઆત કરી હતી. અને મહેસાણા એસેટ માં પણ નવા રૂમ માટે ફંડ ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અને મહેસાણા ONGC એસેટ મેનેજર સુદીપ ગુપ્તા ની હકારાત્મક બાંહેધરી મળતા સાંસદ દ્વારા કેન્દ્રીય વિદ્યાલય મહેસાણામાં દરેક ધોરણમાં એક-એક વર્ગ (સેકશન) તાત્કાલિક ધોરણે વધારવા કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, દિલ્હી ના કમિશનર પાસે માંગણી કરાયી હતી.સાંસદ શારદાબેન દ્વારા વધુમાં વધુ લોકો ને કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષણ મળે તે માટે કરાયેલી માંગણી કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, દિલ્હી દ્વારા મંજુર કરવામાં આવી છે. તે માટે કેન્દ્રીય સંગઠન અમદાવાદ વિભાગ અને જરૂરી કાર્યવાહી આ વર્ષ થી ધોરણ -1 નો એક સેકશન વધશે અને પછી આવતા વર્ષ માં વધુ ક્લાસ રૂમ ના નિર્માણ બાદ અન્ય ધોરણનું પણ એક-એક સેકશન વધી જશે. જેથી વધારે લોકો ને શાળામાં શિક્ષણ નો લાભ મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.