કડીના સેવાભાવી કાર્યકરોને અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું મળ્યું આમંત્રણ

મહેસાણા
મહેસાણા

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમપૂર્વક તૈયારીઓ થઈ રહી છે. શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રણ કડીના સેવાભાવી કાર્યકરો સાક્ષી બનશે. કડીના ત્રણ સેવાભાવી કાર્યકરોને રામ મંદિરનું આમંત્રણ મળ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ત્રણેય કાર્યકર્તાઓને આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી.અયોધ્યા નગરી ખાતે શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂજાનું આયોજન કરવામાં આવેલું છે. જ્યારે હવે ગણતરીના દિવસો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના રહ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં અલગ જ વાતાવરણ જોવા મળી રહ્યું છે. શ્રી અયોધ્યા રામ મંદિર જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામલલાની સ્થાપના કરવાના કાર્યક્રમમાં સમગ્ર દેશભરમાંથી સાધુ સંતોને બોલાવવામાં આવી રહ્યા છે.દેશભરમાં હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશભરના સાધુ સંતોને હાજર રહેવા માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. 22મી જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રીરામની મૂર્તિ સ્થાપના થવા જઈ રહી છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં સંતો મહંતો તેમજ વિશિષ્ટ વ્યક્તિઓને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. જેમાં સમગ્ર ગુજરાતમાં 100 વિશિષ્ટ વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવેલું છે. જેમાં કડીના ત્રણ સેવાભાવી કાર્યકરોને સોમવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.સોમવારે ગુજરાત ક્ષેત્ર મહામંત્રી વિશ્વ હિન્દુ પરિષદ અને અશ્વિનભાઈ પટેલ ગુજરાત ક્ષેત્ર સહમંત્રી સહિતના કાર્યકર્તાઓ કડી ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં ભાવપુરા ખાતે આવેલા ઉમિયા માતાજીના મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ, દુર્ગાવાહિની, બજરંગ દળ સહિતના કાર્યકર્તાઓનું ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સામૈયુ કરવામાં આવ્યું હતું.


ત્યાંથી જલધારા સોસાયટીમાં રહેતા જગદીશભાઈ પટેલ (બિલ્ડર, ઓમકાર સેવા મિશન ટ્રસ્ટ)ના ઘરે પહોંચ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા જગદીશભાઈ પટેલ, બળદેવભાઈ ગૌસ્વામી, દિલીપભાઈ પટેલ (રાજા ઇન્ડસ્ટ્રીઝ )ને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ચાલનાર અક્ષત અભિયાનની શરૂઆત કડીમાં થઈ હતી. જ્યાં જલધારા સોસાયટીમાં રહેતા મહેસાણા જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ દિનેશભાઈના ઘરેથી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.સમગ્ર દેશની અંદર ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ગણતરીના દિવસો બાદ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અલગ-અલગ વિશિષ્ટ વ્યક્તિઓ તેમજ સાધુ સંતોને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત ક્ષેત્ર વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી અશોકભાઈ રાવલ એ જણાવ્યું હતું કે, સમગ્ર દેશની અંદર અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. આમ તો આજથી જ શરૂઆત થવાની હતી, પરંતુ ગઈકાલથી જ શરૂઆત થઈ ચૂકી છે.ગઈકાલે રવિવારની રજા હોવાથી અને એટલો જ ઉત્સાહ અને આનંદ છે કે, ગઈકાલે જ 30 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયુ છે. રવિવારે બધા જ કાર્યકર્તાઓએ સવારથી સાંજ સુધી તેનો ઉપયોગ કરીને વધુમાં વધુ ઘર સુધી રથ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અશોકજી સિંઘલ સતત મારા હૃદયમાં વસેલા છે. તેનું કારણ છે કે, તેમના પુણ્ય પ્રતાપ મહેનત અને જે રીતે માર્ગદર્શન કર્યું છે. તે માર્ગદર્શનના કારણે અમે અત્યારે આ બધું કરી રહ્યા છીએ.તેમના માર્ગદર્શનથી અત્યાર સુધી જે પણ અમને મળ્યું છે તેનો અમે ઉપયોગ કરી રહ્યા છીએ. ગુજરાતમાં લગભગ 270 સંતો, મહંતોને આમંત્રણ આપવામાં આવેલું છે. સમગ્ર ભારતમાંથી ગુજરાતના વધુમાં વધુ સંતો પ્રતિષ્ઠામાં પહોંચશે. લગભગ 100 જેટલા શ્રેષ્ઠિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રેષ્ઠિઓમાંથી જેમને સારા ડોનેશનો આપ્યા છે, કોઈ એવા કાર્યકર્તા છે, કારસેવામાં મૃત્યુ પામ્યા છે તેમના પરિવારોને, જેમને કોઈ એવોર્ડ મળેલા છે, સમાજમાંથી બધા જ લોકોને મળીને આપણે આમંત્રણ આપ્યું છે.અશોક રાવલે વધુમાં જણાવ્યું હતું કે, એક ક્રાઇટ એરીયા નક્કી હોય છે કે વિશ્વ હિન્દુ પરિષદને જે ઉપયોગી થયા છે, હિન્દુ સમાજ માટે સતત કામ કરતા રહ્યા છે, જેમની નામના છે, તેમને આમંત્રણ મળે એ આખુય કડી હર્ષ આનંદ અનુભવે તેવા કાર્યકર્તાઓને અમે આમંત્રણ આપ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદને જીવંત રાખવા માટે જેમને કામ કર્યું છે તેવા લોકોને આમંત્રણ આપવામાં આવેલું છે.કડીમાં જલધારા સોસાયટીમાં રહેતા અને ઓમકાર સેવા મિશન ટ્રસ્ટના જગદીશભાઈ પટેલને આમંત્રણ મળતા તેમને જણાવ્યું હતું કે, અમે સેવાકીય પ્રવૃત્તિઓ જનરલી અંબાજી, ત્રિપુરા ડાંગ, આહવા આ બધા એરિયામાં અમારી છેલ્લા દસ વર્ષથી સેવાકીય પ્રવૃતિ ચાલી રહી છે. આજે જે અમને આમંત્રણ મળ્યું છે, જે અમે ટ્રસ્ટ બનાવ્યું છે, તેનો અમને ગૌરવ છે. આખું કડી આનંદમય છે જેનો અમને બધાને આનંદ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.