કડી પોલીસે ક્રેટા ગાડીમાંથી 1.68 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો ત્રણ ઇસમોની ધરપકડ
કડી પોલીસ દ્વારા બાતમીના આધારે કડી તાલુકાના ઉટવા પાસેથી વિદેશી દારૂની બોટલો ભરીને જઈ રહેલ ક્રેટા ગાડીને ઝડપી પાડી હતી તેમજ ગાડીમાં બેઠેલ ત્રણ ઇસમોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી હતી. તેમજ ₹1,68,000ની વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
કડી પોલીસના સ્ટાફના માણસો શહેરી વિસ્તારમાં પ્રોહિબિશન લગત કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે કુંડાળ પાટીયા નજીક પહોંચતા માહિતી મળી હતી કે, નંદાસણ તરફથી એક ક્રેટા ગાડી આવી રહી છે, જેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. જે ગાડી કડી તરફ આવી રહી છે. જેવી હકીકત મળતાની સાથે જ કડી પોલીસ સ્ટાફના માણસો કડી તાલુકાના ઉટવા પાટીયા પાસે વોચ રાખીને ઉભા હતા.
જે દરમિયાન માહિતી વાળી ગાડી આવતાની સાથે જ પોલીસે હાથ લાંબો કરીને ગાડી ઉભી રાખતા ગાડી ચાલે કે ગાડી ઉભી રાખી હતી. તે દરમિયાન પોલીસ દ્વારા ગાડીની તલાશથી કરતા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જ્યારે ગાડીમાં બેઠેલ ત્રણ ઈસમોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
કડી પોલીસ દ્વારા ઉટવા પાટીયા પાસે વિદેશી દારૂની બોટલો ભરીને જઈ રહેલ ક્રેટા ગાડી નંબર GJ 8 BN 2062 ઝડપી પાળી ગાડીમાં બેઠેલ નરેશકુમાર ચૌધરી (રહે ભલાસરા તાલુકો થરાદ) દશરથભાઈ ચૌધરી ( રહે ચાંગડા તાલુકો થરાદ) પ્રકાશભાઈ ચૌધરી હાલ રહે (સરગાસણ ગાંધીનગર, મૂળ રહે તેજપુરા તાલુકો વાવ) ની ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે ત્રણેય ઈસમોની પૂછતાછ કરતા વિદેશી દારૂની બોટલ 168 કિંમત રૂપિયા 1,68,000 તેમજ ગાડી સહિત કુલ રૂપિયા 6,33,000નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ દ્વારા ચાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરાવી હતી.