કડી પોલીસ સ્ટેશનના જે.પી સોલંકીની IGદ્વારા બદલી કરાઈ

મહેસાણા
મહેસાણા

ગાંધીનગર રેંજ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે કડી પોલીસ સ્ટેશનના પી.આઇ જે.પી. સોલંકીની બદલી કરાતા સમગ્ર પોલીસ બેડામાં ખળબળાટ મચી જવા પામ્યો હતો. તાત્કાલિક અસરથી બદરી કરાઈ હોવાનું બહાર આવ્યું છે. તેમજ કડી પોલીસ સ્ટેશનમાં પી.આઈ એ.યુ રોઝને વધારાનો ચાર્જ સોંપાયો.


કડી પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી. સોલંકી દોઢ મહિના પૂર્વે કડી ખાતે બદલી કરવામાં આવી હતી. જ્યાં ટૂંકા ગાળામાં તેમની ફરીથી બદલી કરાતા ખળબળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી તોડકાંડ મામલે ચર્ચાનો વિષય સોશિયલ મીડિયામાં જોવા મળ્યો હતો. જ્યાં કડીના આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆત કરાતા કડી પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી. સોલંકીની તાત્કાલિક અસરથી જાહેર હિતમાં બદલી કરવામાં આવી હતી અને તેમને મહેસાણા હેડ ક્વાટર ખાતે રિઝર્વમાં મૂકવામાં આવેલી છે. તેમની જગ્યાએ મહેસાણા એસઓજીના પીઆઇ એ.યુ.રોઝને મુકાયા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.