મહેસાણા જિલ્લાને ટકાઉ શિખરની ઉંચાઈએ લઈ જવા સહિયારા પ્રયાસો જરૂરી : સાંસદ શારદાબેન પટેલ

મહેસાણા
મહેસાણા

મહેસાણા સંસદ સભ્ય શ્રીમતી શારદાબહેન પટેલના અધ્યક્ષ સ્થાને દિશાની બેઠક યોજવામાં આવી હતી.સાંસદે જણાવ્યું હતું કે જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉકેલવાનું માધ્યમ દિશા સમિતિ રહી છે. ત્યારે જિલ્લાને મૂંઝવતા પ્રશ્નો વિશે આ બેઠકમાં ફળદાયી ચર્ચા-વિમર્શ કરી તાલુકા-જિલ્લા સ્તરે સંકલન-સમન્વય સાધીને ઝડપથી નિરાકરણ લાવીને જિલ્લાને વિકાસના માર્ગે આગળ વધારવા સૌએ સહિયારા પ્રયાસો કરવા તમામ સંબધિત અધિકારીઓને અપીલ કરી હતી. સંસદ સભ્ય શારદાબહેન પટેલે પોષણ શિક્ષણ જેવી પાયાની બાબતો પર નક્કર કામગીરી કરવા ભાર મૂકી જણાવ્યું હતું કે બાળકોને યોગ્ય પોષણ અને શિક્ષણ મળે તે ફરજ સાથે આપણી નૈતિક જવાબદારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.