ઉઝામાં જહુ માતાજી સેવક પરિવાર દ્વારા ૩૭ મો રક્તદાન કેમ્પ યોજાયો

મહેસાણા
મહેસાણા

ઊંઝા ના ઉપાસક તથા જહુ માતાજી સેવક પરિવાર ઊંઝાના પ્રણેતા કર્મયોગી ની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે સેવક પરિવાર દ્વારા ૩૭ મો રક્તદાન કેમ્પ મહાદેવ ઊંઝા ખાતે યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં ૮૬ બોટલ રક્ત એકત્ર કરાયું હતું. જે પૈકી સર્વોદય બ્લડ બૅંક, મહેસાણાને ૬૧ બોટલ તથા બ્લડ બૅંક ઊંઝાને ૨૫ બોટલ રક્ત અર્પણ કરવામાં આવ્યું હતું. દરેક રક્તદાતાને સ્મૃર્તિભેટ તેમજ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઊંઝા બ્લડ બૅંક ચેરમેન ર્ડો., મહેસાણા બ્લડ બૅંકમાંથી જહુ માતાજી ઊંઝા ઉપાસક મોટી સંખ્યામાં સેવક પરિવારના સભ્યો ઉપસ્થિત રહી રક્તદાન શિબિરને સફળ બનાવ્યો હતો. જહુ માઁ ઊંઝા ઉપાસક વિપુલભાઈ બારોટ દ્વારા રક્તદાતા ભાઈ – બહેનો તેમજ બ્લડ બૅંક સ્ટાફ તથા રક્તદાન શિબિરમાં સહયોગ આપનાર નો આભાર માન્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.