કડીના ઇન્દ્રાડ ગામની સીમમાં પ્રદૂષિત કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાની રાવ ઉઠી

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના ઇન્દ્રાડ અને કલોલ તાલુકાના ધાનોટ ગામની સીમમાં અસંખ્ય રાસાયણિક યુક્ત પાણી ખુલ્લામાં છોડાઇ રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. આ બંને ગામની સીમમાં અસંખ્ય કેમિકલની ફેક્ટરીઓ આવેલી છે. જેમાં ફેક્ટરીઓ દ્વારા ખુલ્લામાં કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી છોડી દેવામાં આવતા હોવાની રાહ ઉઠવા પામી છે. જ્યાં જવાબદાર એકમો સામે પગલાં લેવા માંગ ઉઠવા પામી છે.

કડીના છત્રાલ રોડ ઉપર આવેલા ઇન્દ્રાડ ગામ અને ધનોટ ગામની સીમમાં અસંખ્ય કેમિકલ વપરાતી હોય તેવી ફેક્ટરીઓ આવેલી છે. જ્યાં આ એકમોના માલિકો દ્વારા અનેકવાર કેમિકલ યુક્ત પાણી ખુલ્લી જમીનમાં છોડી દેવામાં આવી રહી છે. જેના કારણે આજુબાજુ વસતા લોકો તેમજ ખેડૂતો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. કંપનીઓમાં દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કંપનીઓ દ્વારા અનેકવાર પ્રદૂષિત, દુર્ગંધ મારતું કેમિકલ યુક્ત પાણી ખુલ્લી જમીનમાં છોડી દેવામાં આવતું હોય છે. જેમાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે. અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આ માલિક બેફામ બનીને પ્રદૂષિત પાણી ખુલ્લી જમીનમાં છોડી દેતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જીપીસીપી તેમજ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આવા એકમો ઉપર નોટિસની બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.