ઉનાવા ગામે ચરસનો વેપાર કરતો ઇસમ ઝડપાયો : રૂપિયા ૭૯૪૪ નો મુદ્દામાલ જપ્ત

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના ઉનાવા ગામે મીરાં દાતાર દરગાહની સામે આવેલ દવા અને દુઆ નામની દુકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં ચરસનો જથ્થો રાખી વેપાર કરતા ઈસમને ઉનાવા પોલીસે કુલ જથ્થો ૫૨.૯૬૦ ગ્રામ કિંમત રૂપિયા ૭૯૪૪ તથા મોબાઇલ ફોન નંગ કિંમત રૂપિયા ૨૦૦૦ મળી કુલ મુદામાલ કીમત રૂપિયા ૯૯૪૪ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નશીલા પદાર્થો, ચરસ, ગાંજો, મેફેડ્રોન વિગેરાની ગેરકાયદેસર વેચાણની અસામજીક પ્રવૃતિઓ શોધી આવી પ્રવૃતિઓ અટકાવવા સૂચના આપેલ હતી. જે સૂચના અનુસંધાને ઉનાવા પોલીસ આવી પ્રવૃતિ શોધી કાઢવા પ્રયત્નશીલ હતી તે દરમ્યાન ઉનાવા પોલીસ સ્ટેશનના પોલીસે બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ નામે નવાબશા ભીખુશા ફકીર રહે.લાલ દરવાજા, ગઢીયાવાસ, તા.વિસનગર જી.મહેસણાવાળા મીરા દાતાર દરગાહની સામે આવેલ દવા ઔર દુઆના મકાનની બાજુમાં આવેલ પાણીની ટાંકી પાસે ખુલ્લામાં ચરસનો જથ્થો રાખી વેપાર ધંધો કરે છે. અને હાલમાં પણ તેની પ્રવૃતિ ચાલુ છે.

જે બાતમી હકિકત આધારે રેઇડનુ આયોજન ગોઠવી રેઇડ કરી મળેલ હકિકત વાળા ઇસમ નવાબશા ભીખુશા ફકીરને વગર પાસ પરમીટના ચરસના કુલ જથ્થા ૫૨.૯૬૦ ગ્રામ કિંમત રૂપિયા ૭૯૪૪ તથા મોબાઇલ નંગ. ૧ કિંમત રૂપિયા ૨૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિમત રૂપિયા ૯૯૪૪ સાથે પકડી લીધો હતો. પકડાયેલ ચરસનો જથ્થો પુરો પાડનાર ઇસ્માઇલ કચ્છી મેમણ રહે.પાટણ ગચ્છીપીર બાપુની દરગાહ, તા.જી.પાટણ વાળો સ્થળ ઉપર હાજર મળી નહિ આવેલ હોઇ સદરી બન્ને ઇસમો વિરૂધ્ધ એન.ડી.પી.એસ એક્ટ ૧૯૮૫ ની કલમ ૮ (સી), ૨૨ (એ), ૨૯  મુજબ કાર્યવાહી ઉનાવા પોલીસ દ્વારા કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.