ઊંઝાના જુવેનાઇલ ડાયાબિટીસ ધરાવતા 26 બાળકોને ઇનસુલિન પેન અને નિડલનું વિતરણ કરાયું

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના જુવેનાઇલ ડાયાબીટીસ ધરાવતા 26 બાળકોને આજ રોજ મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા ઇન્સુલિન પેન, ઇન્સુલિન કારટ્રીજ તેમજ નીડલનું વિતરણ કરાયું હતું.એન.વી.બી.ડી.સી.પી કાર્યક્રમ અંતર્ગત ડેન્ગ્યું, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છર જન્ય રોગચાળો અટકાવવા માટે ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પતિ સ્થળો શોધવા એરિયલ સર્વે અને ડ્રોન દ્વારા દવા છંટકાવ કરી મચ્છર ઉત્પતિ સ્થાનોને નાશ કરવામાં આવે છે. હયાત મચ્છરજન્ય રોગને કંટ્રોલ કરવાની કામગીરીનું કોઈ ઓનલાઈન મોનિટરિંગ સુવિધા નથી ત્યારે દેશમાં સૌપ્રથમવાર AI/MLઆધારિત આ ડ્રોન ટેકનોલોજીની મદદથી કર્મચારીઓની કામગીરીની માહિતી ઓનલાઈન મોનીટર કરી શકાય છે. જે આરોગ્ય વિભાગ માટે ખુબજ સહાયરૂપ છે.ઔધ્યોગિક એકમો અને રહેણાંક વિસ્તારમાં મચ્છર ઉત્તપત્તિ સ્થળની સફાઈના સૂચનો આપ્યા બાદ આગામી સમયમાં પણ જો જરૂરી કામગીરી કરવામાં નહીં આવે તો સરકારના ધારાધોરણ મુજબ મચ્છર ઉત્પતિ સ્થળ ના માલિકો ને યોગ્ય દંડ કરવામાં આવશે.જે અંતર્ગ તાલુકા હેલ્થ ઓફીસ ઊંઝા ખાતે પ્રથમ ચરણની શરૂઆત ઊંઝા વિધાનસભા ધારાસભ્ય કે.કે. પટેલ, મહેસાણા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ હરિભાઇ પટેલ, ઉપપ્રમુખ નગરપાલિકા ઊંઝા અલ્પેશભાઇ પટેલ તેમજ આરોગ્ય કર્મચારીઓ ની હાજરી માં ડ્રોન ટેકનોલોજીથી સર્વેલન્સ અને મચ્છર ઉત્પતિ સ્થાનોને નાશ કરવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ઊંઝા તાલુકા ના જુવેનાઇલ ડાયાબીટીસ ધરાવતા 26 બાળકોને આજ રોજ મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા ઇન્સુલિન પેન, ઇન્સુલિન કારટ્રીજ તેમજ નીડલનું વિતરણ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમની હાજરીમાં કરવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.