ઊંઝાના ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસની આવકમાં વધારો

મહેસાણા
મહેસાણા

ઉત્તર ગુજરાતમાં આવેલા ઊંઝા ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસ, તમાકુ અને એરંડાની સૌથી વધારે આવક થતી હોય છે. તેવામાં 23 જાન્યુઆરીના ઊંઝા ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસની આવકમાં વધારો જોવા મળ્યો હતો. ઉનાવા યાર્ડમાં કપાસની 1,425 મણ આવક થઈ હતી. જેનો નીચો ભાવ 1,111 અને ઊંચો ભાવ 1,485 પ્રતિ મણ નોંધાયો હતો.

કમોસમી વરસાદના કારણે આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ આજે આવકમાં સામાન્ય વધારો થયો છે. 1,425 મણની આવક થવા પામી છે. ઉત્તર ગુજરાતમાં કાર્યરત ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસ, તમાકુ અને એરંડાની મબલખ આવક થતી હોય છે. યાર્ડમાં કપાસની લગભગ 1,425 મણની આવક નોંધાઈ હતી. જેનો નીચો ભાવ 1,111 તેમજ ઊંચો ભાવ 1, 485 પ્રતિ મણ નોંધાયો હતો. નવી આવકની સાથે કપાસના ભાવમાં 50થી 70 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હાલમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કપાસ પાકમાં નુકસાની જોવા મળી હતી. છેલ્લા અઠવાડિયામાં કપાસની આવકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તેના ભાવમાં ગયા મહિનાઓ કરતા 50થી 70 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના લગભગ દરેક માર્કેટ યાર્ડમાં સૌથી વધારે આવક એરંડાની આવતી હોય છે. આજે ઉનાવા માર્કેટ યાર્ડમાં એરંડાની 166 બોરીની આવક થઈ હતી. જેનો ખેડૂતોને 1100 રૂપિયાથી લઈને 1166 રૂપિયા ભાવ મળ્યો હતો. છેલ્લા અઠવાડિયાથી ભાવમાં 60નો ઘટાડો જોવા મળ્યો છે. માર્કેટ ઉઘડતાની સાથે જ નવા કપાસની હરાજી શરૂ કરાઈ હતી. માર્કેટ યાર્ડમાં કપાસની 1425 મણની આવક નોંધાઇ હતી. કપાસમાંથી તૈયાર કરાતી ગાંસડીના ભાવમાં થયેલા ઘટાડાના કારણે હાલ કપાસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.