વિસનગરમાં કરણી સેના તથા રાજપૂત સમાજ દ્વારા કેન્ડલ પ્રગટાવી અને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં પી.જે.ચાવડા હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ઉત્તર ગુજરાત તથા વિસનગર શહેર અને તાલુકા રાજપૂત સમાજ દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સ્વ.સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ આપવા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સંસ્થાઓ અને સંગઠનોએ ભેગા થઈ કેન્ડલ પ્રગટાવી મૌન પાળીને શ્રદ્ધાંજલી અર્પણ કરી તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા દોષિતોને કડકમાં સજા થાય તે માટેની માગ કરવામાં આવી છે.રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની મંગળવારે 5 ડિસેમ્બરે બપોરે જયપુરમાં ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી. શ્યામનગર વિસ્તારમાં તેમના ઘરે મળવાના બહાને આવેલા ત્રણ હુમલાખોરોએ તાબડતોબ ગોળીબાર કરીને તેમની હત્યા કરી દીધી હતી. જે અંતર્ગત સ્વ. સુખદેવસિંહજી ગોગામેડીની આત્માને શાંતિ મળે તે માટે વિવિધ જગ્યાએ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વિસનગર ખાતે પણ રેલવે ફાટક પાસે આવેલ શ્રી પી.જે.ચાવડા હાઇસ્કુલ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિસનગર શહેર તેમજ તાલુકાના રાજપૂત સમાજના આગેવાનો સહિત સમાજના લોકો ઉપસ્થિત રહી કેન્ડલ પ્રગટાવી અને મૌન પાળી અધ્યક્ષ સ્વ.સુખદેવસિંહની આત્માને શાંતિ મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. હત્યા કરનાર આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટેની માગણી પણ રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવી છે. વિસનગરમાં આ અંગે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે.


આ અંગે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સ્વ.સુખદેવસિંહજી ગોગામેડી એમની જે નિર્મમ હત્યા થઈ છે. એટલે સમસ્ત ક્ષત્રિય સમાજના આગેવાનો અને બાકીના તમામ જ્ઞાતિના લોકોએ માનસિક દુઃખ વ્યક્ત કર્યું છે. આ કોઈ રાજકીય મુદ્દો નથી. સામાજિક રીતે પણ કોઈ જાતિ સામ સામે વેર ઝેર એવું પણ નથી. તમામ જ્ઞાતિઓ માટે કરણી સેના અસ્મિતા માટે લડાઈ લડતા અને તે માટે તેમની હત્યા થઈ છે. એના ભાગરૂપે સમસ્ત દેશ એક તાંતણે બંધાયેલો જોવા મળે છે. જેમાં તેમની આત્માને શ્રદ્ધાંજલી આપવા માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું છે.જેમાં સ્પષ્ટ રીતે જે તપાસકર્તા એજન્સીઓ છે એમને અમારી માગણી છે કે તાત્કાલિક આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલે, જે કોઈ દોષી હોય કડકમાં કડક ફાંસીની સજા થાય અને આ રેરેસ્ટ ઓફ રેર ગુનો દાખલ છે. જેમાં ન્યાય તંત્રને વિનંતી છે કે ઝડપથી કેસ ચાલે અને દોષિતોને સજા કડકમાં કડક સજા થાય તેવી અમારી માગણી છે.આ શ્રદ્ધાંજલિ સભા કાર્યકમમાં ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમાર, કાર્યકારી પ્રમુખ કનકસિંહ ચાવડા, મંત્રી ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ બળવંતસિંહ રાઠોડ, વિસનગર રાજપૂત સમાજ પ્રમુખ પ્રવીણસિંહ ચાવડા, કિરપાલસિંહ રાજપૂત, લક્ષ્મણસિંહ રાજપૂત, જયદીપસિંહ રાજપૂત, કિરણસિંહ ચાવડા, વિનુભાઈ ચૌધરી, બાબુજી ઠાકોર સહિત રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.