વિસનગરમાં મહિલાને માનસિક ત્રાસ આપી દહેજની માગણી

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના ખંડોસણના આનંદપુરામાં રહેતી મહિલાને તેના સાસરિયાઓએ શારીરિક તથા માનસિક ત્રાસ આપી 5 લાખ દહેજની માગણી કરી હતી. માગણી ન પુરી કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને દીકરીઓ સાથે ઘરમાંથી તગેડી મુકવામાં આવી હતી. આ અંગે મહિલાએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં પતિ સહિત સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.તાલુકાના ખંડોસણ ગામના આનંદપુરામાં રહેતા ઠાકોર દશરથજી કડવાજીની દીકરી સરોજબેનના લગ્ન છ વર્ષના ઉંમર સિધ્ધપુર ખાતે રહેતા ઠાકોર અર્જુનજી બાબુજી સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં બે દીકરીઓ છે. જેઓ બધા સયુંક્ત કુટુંબમાં રહેતા હતા. શરૂઆતમાં સરોજબેનને તેમના પતિ, સાસુ-સસરા તેમજ જેઠ સારી રીતે રાખતા હતા.

જેમાં સરોજબેનના પતિ દારૂ પીવાની ટેવ હોવાથી અવાર નવાર શારીરિક-માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા હતા. તેમજ સસરા ઠાકોર બાબુજી મેરૂજી, સાસુ ઠાકોર મંજુલાબેન બાબુજી અને જેઠ ઠાકોર જયેશ બાબુજી મળી ચઢામણી કરી મારઝૂડ કરાવતા હતા.ત્રણ માસ અગાઉ પતિ ઘરે દારૂનું વ્યસન કરી આવી સરોજબેનને મારઝૂડ કરી એમને ગાડી લાવવી હતી. તો એમના પિતા પાસેથી 5 લાખ લઈ આવાની માગણી નહીં કરી અને નહીં લાવતા એમને ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી સરોજબેન પિતાજીના ઘરે આવી ગયા હતા.આ બનાવ અંગે સરોજબેને વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે એમના પતિ, સસરા, સાસુ અને જેઠ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.