વિસનગરમાં શિવ વંદના પરિવાર દ્વારા 0થી 18 વર્ષના બાળકોને સ્વેટર, ધાબળા અને ચોપડાનુ વિતરણ કરાયું

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં સરદાર પટેલ વિદ્યાલય ખાતે શિવ વંદના પરિવાર દ્વારા 0થી 18 વર્ષના માતાપિતા વિહોણા બાળકો માટે શિયાળામાં ઉપયોગી જેકેટ, ધાબળા તેમજ ચોપડાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 0થી 18 વર્ષના માતાપિતા વિહોણા 144 બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અગાઉ શિવ વંદના પરિવાર દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાના આયોજનમાં થયેલી બચતમાંથી વિતરણ કરવામાં આવ્યું હતું.વિસનગરમાં શિવ વંદના પરિવાર ગ્રુપ દ્વારા ધાર્મિક સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે. જે કાર્યકમો અંતગર્ત શ્રાવણ માસમાં શિવ વંદના પરિવાર દ્વારા શિવ મહાપુરાણ કથાનુ આયોજન કરવામાં આવ્યું હતું. સાત દિવસી સુધી આયોજિત શિવ મહાપુરાણ કથામાંથી થયેલી બચત 0થી 18 વર્ષના માતાપિતા વિહોણા બાળકો માટે વાપરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.


કથામાંથી થયેલી બચતમાંથી શિયાળામાં બાળકોને ઉપયોગી એવા જેકેટ, ધાબળા તેમજ ચોપડાનુ શિવ વંદના પરિવાર દ્વારા માતાપિતા વિહોણા 144 બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું. આમ શિવ વંદના પરિવાર દ્વારા સરસ કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યકમ થકી આ બાળકો બધાની વચ્ચે આવે, સ્ટેજ પર આવતા થાય, બીજા લોકોને મળે, એમનામાં સામાજિક ભાવનો વિકાસ કરે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.