ઉનાવા ગામે ઝઘડાની અદાવત રાખી યુવાનનું દોરડાથી ગળું દબાવી લોખંડની પાઈપ વડે જીવલેણ હુમલો
ઊંઝા તાલુકાના ઉનાવા ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી કબ્રસ્તાનમાં ઝાડવાને પાણી પાવા ગયેલ યુવાનના ગળામાં દોરડું ભરાવી બે ત્રણ આંટી મારી લોખંડની પાઈપ વડે યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ઉનાવા સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો. બાદમા વધુ સારવાર અર્થે ધારપુર ખસેડવામા આવ્યો હતો. આ અંગે ઉનાવા પોલીસે તોફીક ગુલ્લુભાઈ મેમણ રહે ઉનાવા દાતાર સોસાયટી સર્વોદય હાઇસ્કૂલ પાસે તા.ઊંઝા સામે ઉનાવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.
વિગતો અનુસાર ઊંઝા તાલુકાના ઉનાવા ગામે કબ્રસ્થાનની સામે નવાવાસ ખાતે રહેતો સમીરખાન કરીમખાન બલોચ છૂટક મજૂરી કરીને પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવે છે. ૧ ઓગસ્ટ ૨૦૨૪ ના સવારે સમીર ઉનાવા કબ્રસ્થાન ખાતે ઝાડવા વાવેલ હોઈ જોવા માટે અને ઝાડવાને પાણી આપવા માટે ગયેલા. દરમિયાન માર્ગમાં તોફિક ગુલ્લુભાઇ મેમણ આવેલ અને કહેલ કે ક્યાં જાય છે જેથી ઝાડવા જોવા જાઉં છું. તેમ કહેતાં ચાલ હું પણ તારી સાથે આવું છું તેમ કહી સાથે આવ્યો હતો. બાદમા સમીર ઝાડવા જોતો હતો તે દરમિયાન તોફિક અચાનક પાછળથી આવી સમીરના ગળામાં દોરડું ભરાવી બે ત્રણ આંટી ગળામાં ભરાવી દીધી હતી. ગળું દબાવી નીચે પાડી દઈ લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરી ખૂન કરવાની કોશિશ કરી હતી. સમીર બેભાન થઈ ઢળી પડ્યો હતો.
જેમાં તેના મોટાં બાપાનો દીકરો સલમાન આવી ઉનાવા સરકારી દવાખાને લઇ ગયા હતા જ્યાં વધુ સારવાર અર્થે ધારપુર ખસેડવામા આવેલ છે. ઉનાવા પોલીસે સમીરખાનના નિવેદનના આધારે તોફિક ગુલ્લુ ભાઈ મેમણ રહે.ઉનાવા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ ઉનાવા પીએસઆઇ કે.જી.ચોધરીએ હાથ ધરી છે.