મહેસાણાની સોસાયટીમાં પાંચમા નોરતે મહિલાઓ હાથમાં ઝાડુ લઈ, તો પુરુષો પુષ્પા સ્ટાઇલમાં ગરબે ઘૂમ્યા

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં હાલમાં સ્વચ્છતા અભિયાનને લઈ તંત્ર દ્વારા અનેક કાર્યક્રમો થકી સ્વચ્છતા જાળવવા લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં ચાલી રહેલા નવરાત્રિના પર્વ પર મહેસાણાના મોઢેરા રોડ પર આવેલ વી.આઈ.પી.નગત સોસાયટીના રહીશોએ આજે પાંચમા નોરતે વેશ ભૂષા યોજી નવરાત્રીમાં જોડાયા હતા.વી.આઈ.પી.નગર સોસાયટીમાં રહેલા સભ્યો આજે વેશ ભૂષામાં જોવા મળ્યાં હતા. જેમાં કોઈ વિદ્યાર્થી,અલગ અલગ વસ્ત્રો ધારણ કર્યા હતા. કેટલાક સભ્યો સ્વચ્છતાની થીમ પર ગરબે ઘૂમ્યા હતા. જેમાં મહિલાઓ સફેદ ડ્રેસ, સેફટી જેકેટ, હાથમાં ઝાડુ અને હાથમાં સ્વચ્છતા હી સેવાના બેનરો સાથે ગરબે ઘૂમ્યા હતા. સ્વચ્છતાને લઈ લોકોમાં જાગૃતતા આવે એ માટે એક પ્રયાસ સોસાયટી થકી કરવામાં આવ્યો હતો.


વી.આઈ.પી નગર સોસાયટીમાં નાના બાળકો થી લઈ વૃદ્ધ સહિત આજે અલગ અલગ વેશ ધારણ કરી ગરબે રમ્યા હતા. જેમાં બાળકો પણ જોડાયા હતા.જોકે સ્વચ્છતા અભિયાન ની થીમની સાથે સાથે સોસાયટીના પુરુષોએ લુંગી પહેરી પુષ્પા સ્ટાઇલમાં ગરબે ઘૂમ્યા હતા.પ્રગતિનગર સોસાયટી વિસનગર લિંક રોડ તાવડીયા ચોકડી મહેસાણાનો નવરાત્રિ મહોત્સવ યોજાયો હતો. આયોજક કાળુજી ઠાકોર, વિષ્ણુજી ઠાકોર,જયંતીલાલ વાણિયા,ગોપાલભાઈ શ્રીમાળી,બાબુલાલ સોલંકી વગેરે આયોજક દ્વારા આ નવરાત્રિ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. ત્યારે પાંચમા નોરતે માતાજીની આરતી બાદ સોસાયટીમાં ખેલૈયા ગરબે રમ્યા હતા

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.