છેલ્લા 30 દિવસમાં 480 એક્ટિવ કેસ ઘટ્યા મહેસાણાની હોસ્પિટલોમાં હવે માત્ર 4% દર્દી

મહેસાણા
મહેસાણા

કોરોના વિરુદ્ધની લડાઇ વચ્ચે મહેસાણા માટે રાહતના સમાચાર છે. જિલ્લામાં 25 ખાનગી હોસ્પિટલોમાં 299 અને સરકારી કોવિડ હોસ્પિટલોમાં 310 મળી કુલ 609 બેડ સામે હાલ માત્ર 21 દર્દી સારવાર લઇ રહ્યા છે, એટલે કે 96.56 ટકા બેડ ખાલી છે. બીજીતરફ છેલ્લા 30 દિવસમાં 560 એક્ટિવ કેસ ઘટ્યા છે. 18 ડિસેમ્બરના રોજ 560 અેક્ટિવ કેસ હતા, જે સતત ઘટીને આજે 18 જાન્યુઆરીએ 81એ આવી ગયો છેે. ઉલ્લેખનીય છે કે, બે મહિના અગાઉ કોવિડ હોસ્પિટલમાં દાખલ થવું અને તેમાં પણ આઇસીયુમાં સારવાર લેવી મોંઘી અને અઘરી થઇ પડી હતી, પરંતુ હાલમાં કેસો ઘટતાં દર્દીઓની સંખ્યા ઘટી છે. જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા મુજબ, કોરોના મહામારીના 10 મહિનામાં જિલ્લામાં સોમવારે એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

રવિવારે લેવાયેલા સેમ્પલો પૈકી 74નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સોમવારે 258 વ્યક્તિઓના સેમ્પલ લેવાયાં હતાં, જ્યારે 13 દર્દીઓ સાજા થતાં રજા અપાઇ હતી. 6758 દર્દી સાજા થયા : કોરોનાકાળના 10 મહિનામાં 2,25,134 જેટલા કોરોના શંકાસ્પદોના સેમ્પલ લેવાયા હતા. જેમાં 6976 દર્દી પોઝિટિવ આવતાં હોમ તેમજ હોસ્પિટલમાં આઇસોલેટ કરાયા હતા. જે પૈકી 6758 દર્દી સાજા થયા છે. જોકે, આરોગ્ય વિભાગ રાબેતા મુજબ મોતનો આંકડો છુપાવી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.