બાઈક ચોરી કેસમાં ત્રણ મહિનાથી પોલીસની આખોમાં ધૂળ નાંખતો આરોપી અંતે જોટાણાથી ઝડપાયો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં વાહન ચોરીના ગુન્હા સતત પોલીસ ચોપડે નોંધાઇ રહ્યા છે.ત્યારે આવા ગુન્હા ને અંજામ આપી ફરાર આરોપીઓને ઝડપવા પોલીસ પણ કમર કસી કાર્યવાહી કરી રહી છે.ત્યારે સાંથલ પંથક માંથી બાઈક ચોરી કેસમાં નાસતા ફરતા આરોપીને મહેસાણા એસઓજી ટીમે જોટાણા સર્કલ પાસેથી ઝડપી લીધો હતો.

મહેસાણા એસઓજી ટીમના માણસો સાંથલ પંથકમાં પેટ્રોલીગ પર હતા એ દરમિયાન હે.કો રાજસિંહ વિક્રમસિંહ થતા પો.કો સંજય કુમાર લાભા ભાઈ ને બાતમી મળી હતી કે સાંથલ પોલીસમાં નોંધાયેલા બાઈક ચોરી કેસનો આરોપી છેલ્લા ત્રણ માસથી ફરાર છે જે આરોપી અશોક સિંહ કાળું ભા ઝાલા ને જોટાણા સર્કલ પાસેથી ઝડપી લીધો હતો.સમગ્ર કેસમાં કટોસણનો અને બાઈક ચોરી કેસમાં સડોવાયલ આરોપીએ પોતાના શરીર પર ગુલાબી શર્ટ અને ભૂખરા કલર નું જીન્સ પેન્ટ પહેર્યું હતું જે બાતમી પોલીસના માણસો ને મળતા તેઓ તાત્કાલિક બાતમી આધારે આરોપીને ઝડપી વધુ તપાસ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.