રાજસ્થાનમા લૂંટઆરોપી ઓટોમેટિક પિસ્ટલ સાથે મહેસાણામાંથી ઝડપાયો

મહેસાણા
મહેસાણા

મહેસાણા એસઓજી ટીમના પો.કો દિગ્વિજયસિંહ થતા પો.કો વિશ્વનાથ સિંહ ને બાતમી મળી હતી કે મહેસાણા પાલનપુર હાઇવે રોડ પર દૂધસાગર ડેરી બ્રિજ પાસે એક ઈસમ પિસ્ટલ જેવું હથિયાર કમરે ભરાવી ઉભો છે.બાતમી આધારે એસઓજી ટીમે સ્થળ પર જઇને રાજસ્થાનના જોધપુરના જાજીવાલ જાખડાઠાકના જાટ સુખદેવરામ રૂગારામ ને ઝડપી લીધો હતો.તપાસ દરમિયાન તેની પાસેથી પોલીસે ઓટોમેટિક પિસ્ટલ જે ચાલુ હાલતમાં હતી અને તેની પર MADE IN USA લખેલ હતું.તેમજ ત્રણ કાર્ટિઝ કબ્જે કર્યા હતા.

પોલીસે પિસ્તોલ કિંમત 1 કિંમત 15,000 અને કાર્ટિઝ નંગ 3 કિંમત 300 એક મોબાઈલ કિંમત 5,000 મળી કુલ 20,300 નો મુદ્દામાલ કબ્જે કરી આર્મ એકટ 1959 ની કલમ 25 (1)(બી) (એ) મુજબ ગુન્હો નોંધી તપાસ આદરી છે.સમગ્ર કેસમાં પોલીસના જણાવ્યા પ્રમાણે આ આરોપી સામે રાજસ્થાનમા આર્મ એકટ તેમજ લૂંટ થતા મારામારી થતા NDPS જેવા ગંભીર ગુન્હા આચર્યા હોવાનો ઇતિહાસ આરોપી ધરાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.