મહેસાણાના પરેડ ગ્રાઉન્ડમાં કાજલ મહેરિયાના સુરે ખેલૈયા અને પોલીસ કર્મીઓએ રાસની રમઝટ બોલાવી

મહેસાણા
મહેસાણા

નવરાત્રિના પર્વને લઈ મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. ત્યારે શહેરીજનો એક જ જગ્યા પર સુરક્ષતિ અને શાંતિ પૂર્ણ નવરાત્રિ મહોત્સવ માણી શકે તે માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પ્રથમ નોરતાથી લઈ નવમાં નોરતા સુધી ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવી આવ્યું છે. ત્યારે પરેડ ગ્રાઉન્ડમાં છઠ્ઠા નોરતે કાજલ મહેરિયાના સુરે ખેલૈયા અને પોલીસ કર્મીઓએ રાસની રમઝટ બોલાવી હતી. તેમજ મહોત્સવ દરમિયાન ગરબે રમવા આવતા ખેલૈયા અને અતિથિઓ પાસેથી ટ્રાફિક નિયમ પાલન, સ્વચ્છતા અંગે શપથ લેવડાવવામાં આવ્યાં હતા.


નવરાત્રિ દરમિયાન જિલ્લા પોલીસ વિશેષ અતિથિ તરીકે સફાઈ કર્મીઓ,વિકલાંગ બાળકો,ઝૂંપડ પટ્ટીમાં વસતા પરિવાર,વૃદ્ધા શ્રમમાં રહેતા વડીલોને અતિથિ તરીકે બોલાવી ઉત્તમ કામગીરી કરી હતી. નવરાત્રિના છઠ્ઠા નોરતે લોક ગાયિકા કાજલ મહેરિયાના સુરોના તાલે મહેસાણાના ખેલૈયા અને પોલીસ કર્મીઓએ રાસની રમઝટ બોલાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.