મહેસાણામાં ઠંડી સવા ડિગ્રી વધી 14.4 થઇ ગાઢ ધુમ્મસના કારણે વિઝિલિબિટી 150 મીટરની થતાં સવારે વાહનોની લાઇટો કરવી પડી

મહેસાણા
મહેસાણા

ઉ.ગુ.માં ઠંડીશહેર ડિગ્રીમહેસાણા 14.4પાટણ 13.9ડીસા 13.2હિંમતનગર 14.2બાયડ 14.4

મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં મંગળવાર સવારે ભેજનું પ્રમાણ 76% થી 84% વચ્ચે પહોંચ્યું હતું. જેને લઈ આખી રાત ધુમ્મસછાયું વાતાવરણ રહ્યું હતું. વહેલી સવારે ઝાકળ વર્ષા અને ગાઢ ધુમ્મસના કારણે વિઝિલિબિટી 150 મીટરની આસપાસ રહી હતી. જેના કારણે સવારે 7 વાગે આગળ જતું આવતું વાહન પણ દેખાતું ન હોઇ લાઇટો ચાલુ રાખવી પડી હતી. બીજી બાજુ મહેસાણામાં ઠંડી સવા ડિગ્રી વધી 14.4 થઇ હતી. આજ પણ ઠંડીની સ્થિતિ સામાન્ય વધશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.