મહેસાણા પાલિકામાં ભાજપે એક વોર્ડની 4 બેઠક માટે 16 ઉમેદવારોની પેનલ બનાવી

મહેસાણા
મહેસાણા

ભાજપે મહેસાણા નગરપાલિકાના 11 વોર્ડમાં ત્રણ માપદંડની ચારણીમાં બંધ બેસતા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી તૈયાર કરેલી પેનલો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવા તૈયારી આરંભી છે. શહેર પ્રમુખ મુકેશભાઇ પટેલ એક વોર્ડમા 16 સભ્યો એટલે કે 11 વોર્ડમાં કુલ 176 ઉમેદવારોની યાદી તૈયાર કરી સોમવારે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવાના છે. ત્યારે આ યાદીમાંથી 44 નામોને ચૂંટણી લડવા પક્ષ મેન્ડેટ આપશે. આ સંજોગોમાં પાલિકાની ચૂંટણીમાં કોણ કપાશે અને કોણ આવશે તે બાબતે શરૂ થયેલી રાજકીય ચર્ચાએ ગરમાવો સર્જ્યો છે. ભાજપે હોદ્દો ધરાવતા નેતાએ તેના સગાવહાલાંને ટિકિટ ન આપવાની સાથે પક્ષના સક્રિય સભ્ય જેવા બનાવેલા નીતિ નિયમો પણ ઘણા દાવદારોની ટિકિટ કાપશે તેવું મનાઇ રહ્યું છે. ભાજપના પૂર્વ નગરસેવકો પણ ટિકિટની મૂંઝવણમાં ભાજપમાંથી અગાઉ લડી ચૂકેલા નગરસેવકો પણ વર્તમાન ચૂંટણીમાં ટિકિટ માટે લાઇનમાં છે. પરંતુ તેમને ટિકિટ મળશે જ તે બાબતે ચોક્કસ નથી. તેમના શબ્દોમાં કહીએ તો, સાલુ આ વખતે ટિકિટ મળશે તેવું પહેલેથી કહેવું મુશ્કેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.