મહેસાણા માર્કેટ યાર્ડમાં એરંડાની ધૂમ આવક નોંધાઇ

મહેસાણા
મહેસાણા

મહેસાણાના માર્કેટ યાર્ડમાં એરંડા અને રાયડાની ધૂમ આવક જોવા મળી રહી છે. આ વર્ષે મહેસાણાના વિસ્તારોમાં એરંડા, રાયડા , કપાસ પાકનું વધારે વાવેતર થયું હતું. આજે મહેસાણા માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ 1,050થી 1,264 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.મહેસાણા માર્કેટ યાર્ડમાં 1,763 બોરીની આવક નોંધાઇ છે. આજ રોજ મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં રાયડાની 195 બોરી આવક નોંધાઇ હતી, જેના ભાવ 1,020થી 1,078 રૂપિયા નોંધાયા હતા. રાયડાની આવકના વધારા સાથે ભાવમાં ઘટાડો નોંધાયો છે .મહેસાણા માર્કેટ યાર્ડમાં હાલ એરંડાના ભાવ 1,050 થી 1,264 રૂપિયા પ્રતિ મણ થયા છે. મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો અનાજ , એરંડા, રાયડા અને અજમો સહિતના પાકો વેચાણ અર્થે લઇને ઉમટી પડ્યા છે .આજ રોજ મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં રાયડાની 195 બોરીની આવક નોંધાઇ હતી, જેના ભાવ 1020 થી 1078 નોંધાયા હતા.રાયડાની આવકના વધારા સાથે ભાવમાં ઘટાડો નોંધાયો હતો.માર્કેટ યાર્ડમાં ખેડૂતો અજમો,સવા ,રાયડા જેવા પાકોનું વેચાણ કરવા માટે પણ આવ્યા હતા. એરંડાની 1,763 બોરીની આવક જોવા મળી જેનો ભાવ 1,050 થી 1,264 રૂપિયા નોંધાયો હતો. તેમજ અજમાની 4 બોરીની આવક નોંધાઇ હતી. જેના ભાવ 2,200થી 3,300 રૂપિયા પ્રતિ મણ સુધીના બોલાયા હતા જેમાં હાલ 200 નો ઘટાડો જોવા મળ્યો હતો.સવાનો ભાવ 2,400થી 4,080 રૂપિયા નોંધાયો હતો,સવાના ભાવમાં 800નો વધારો નોંધાયો હતો, માર્કેટ યાર્ડમાં ખેડૂતો અજમો, સવા, રાયડા જેવા પાકોનું વેચાણ કરવા માટે પણ આવ્યા હતા. રાયડાની 195 બોરીની આવક જોવા મળી હતી. જ્યારે રજકાનો નીચો ભાવ 2,752 રૂપિયા પ્રતિ મણ અને ઊંચો ભાવ 4,100 પ્રતિ મણ બોલાયો હતો જેની આજ રોજ મહેસાણા માર્કેટ યાર્ડમાં 21 બોરીની આવક નોંધાઇ હતી. આજે માર્કેટ યાર્ડમાં જીરુંની પણ આવક જોવા મળી હતી જેનો ભાવ 11 હજાર રહેવા પામ્યો હતો. ઘઉંની આજ રોજ 144 બોરીની આવક જોવા મળી છે, જેના ભાવ 432 થી 512 નોંધાયા છે.આજે બાજરીની પણ 20 બોરીની આવક જોવા મળી હતી જેના ભાવ 446 રહેવા પામ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.